અમરેલીમાં કેન્ડલ માર્ચ દરમિયાન ડોક્ટરે કાઢી રિવોલ્વર, પોલીસ વિભાગ એક્શનમાં
Complaint against Dr. Govind Gajera: કોલકાતામાં ટ્રેઈની ડોકટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે. દેશ સહિત ગુજરાતમાં પણ મેડીકલ કોલેજના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે.
ADVERTISEMENT
Complaint against Dr. Govind Gajera: કોલકાતામાં ટ્રેઈની ડોકટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે. દેશ સહિત ગુજરાતમાં પણ મેડીકલ કોલેજના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આ અંતર્ગત અમરેલીમાં કેન્ડલ માર્ચ દરમિયાન ડો. ગોવિંદ ગજેરા દ્વારા જાહેરમાં લાઈસન્સવાળી બંદૂક કાઢીને ડોક્ટર્સને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવાની અપીલ કરવામાં આવતા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે ડૉ. ગોવિંદ ગજેરા સામે ભારતીય ન્યાય સાહિતા અને આમ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દેશભરમાં તબીબો હડતાળ પર ઉતર્યા
સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો કોલકાતાની આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ સમગ્ર દેશ લાલઘુમ થઈ ગયો છે. બોલિવૂડ સેલેબ્સથી લઈને રાજનેતાઓ, ડોક્ટરો, મહિલાઓ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. દેશભરમાં તબીબો હડતાળ પર ઉતર્યા છે, ગુજરાતમાં પણ મેડીકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ હડતાળ પાડ્યા બાદ IMA પણ શનિવારે 24 કલાક ઈમરજન્સી સિવાયની સેવા બંધ રાખવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
અમરેલીમાં યોજવામાં આવી કેન્ડલ માર્ચ
આ અંતર્ગત અમરેલીની શાંતાબા મેડીકલ કોલેજના ઈન્ટર્ન ડોકટર્સે શુક્રવારે સાંજે કેન્ડલ માર્ચ યોજી હતી. ઈન્ટર્ન તબીબો જ્યારે અમરેલીના રાજકમલ ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આશરે 9 વાગ્યાની આસપાસ અમરેલીના જાણીતા ડોક્ટર ગોવિંદ ગજેરા ત્યાં આવ્યા હતા. આ દરમિયાન એકઠા થયેલા લોકોનું સંબોધન કરતા તેઓએ જાહેરમાં પોતાની લાસયન્સવાળી બંદૂક બતાવી ઈન્ટર્ન તબીબોને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવા અપીલ કરી હતી.
ADVERTISEMENT
જિલ્લા પોલીસ વડાએ આપ્યા તપાસના આદેશ
અમરેલીમાં જાહેરમાં ડૉક્ટર ગોવિંદ ગજેરાએ રિવોલ્વર કાઢતાં જિલ્લા પોલીસ વડાએ તપાસ કરવામાં આદેશ આપ્યા હતા. જે બાદ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં શરતોનો ભંગ કરવા બદલ ડોક્ટર ગજેરા સામે ગુનો નોંધાયો છે. ડોક્ટર ગજેરા સામે લોકોમાં ભય પેદા થાય તેવી રીતે જાહેર ત્રાસદાયક કૃત્ય કરી લાયસન્સની શરતોનો ભંગ કર્યાનો ભારતીય ન્યાય સાહિતા અને આમ્સ એક્ટ મુજબની ગુનો નોંધાયો છે.
ADVERTISEMENT
ઈનપુટઃ ફારૂક કાદરી, અમરેલી
ADVERTISEMENT