Police Recruitment: ગુજરાત પોલીસમાં ભરતીના નવા નિયમો જાહેર, જાણો સરકારે કયા ફેરફારો કર્યા?
Police Recruitment: રાજ્યમાં પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં 10 હજારથી વધુ પોલીસ જવાનોની ભરતી થઈ શકે છે, એવામાં ગૃહ વિભાગે ભરતીના…
ADVERTISEMENT
Police Recruitment: રાજ્યમાં પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં 10 હજારથી વધુ પોલીસ જવાનોની ભરતી થઈ શકે છે, એવામાં ગૃહ વિભાગે ભરતીના નવા નિયમોની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી દ્વારા આ નવા બનાવાયેલા નિયમોને મંજૂરી આપી દેવામાં આવી છે.
દોડના કોઈ માર્ક્સ નહીં મળે
સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં.
પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.
ADVERTISEMENT
પહેલા લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહિ પરંતુ કોર્ષના સમયગાળા (Duration)ના આધારે નીચે મુજબ આપવામાં આવશે.
NFSU અથવા RRUમાં કરેલ કોર્ષનો સમયગાળો | આપવાના થતા વધારાના ગુણ |
01 વર્ષ | 03 |
02 વર્ષ | 05 |
03 વર્ષ | 08 |
04 વર્ષ કે તેથી વધુ | 10 |
આખરી પસંદગી યાદી OBJECTIVE MCQ TEST અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
ADVERTISEMENT
નીચે જાણો ભરતીના નિયમોમાં કયા-કયા ફેરફારો થયા?
- 100 ગુણની MCQ TESTને બદલે હવે 200 ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે: પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત
- રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT