સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર પર પોલીસની લાલ આંખ, 851 સ્પા સેન્ટર પર પોલીસના દરોડા
નવી દિલ્હી : રાજ્યમાં સ્પાના નામે ચાલી રહેલા ગોરખધંધા પર પોલીસ મોડી મોડી જાગી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં હવે સતત સ્પાની આડમાં ચાલી…
ADVERTISEMENT
નવી દિલ્હી : રાજ્યમાં સ્પાના નામે ચાલી રહેલા ગોરખધંધા પર પોલીસ મોડી મોડી જાગી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં હવે સતત સ્પાની આડમાં ચાલી રહેલા ગોરખધંધા પર ગૃહમંત્રાલય દ્વારા આદેશ બાદ પોલીસ આંકડા વધારવા માટે દોડાદોડી કરી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 851 સ્પા સેન્ટર પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા પાડીને પોલીસે અત્યાર સુધીમાં કુલ 105 લોકોને ઝડપી લીધા છે. સમગ્ર રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 103 ગુના દાખલ થયા છે. આ ઉપરાંત 27 જેટલા સ્પા સેન્ટર અને હોટલના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલી રહ્યો છે દેહ વ્યાપાર
રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલી રહેલા દેહ વ્યાપારની પ્રવૃતિઓને સદંતર બંધ કરવા માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડિયો કોન્ફરન્સ યોજીને આપવામાં આવેલી માહિતી બાદ ગુજરાત અને પોલીસ દ્વારા સમગ્ર રાજ્યના સ્પા સેન્ટરો, કોમર્શિયલ બિલ્ડિંગ અને હોટલ પર દરોડા પાડવાની મોડી મોડી શુભ શરૂઆત કરી દીધી છે. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ 851 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.
152 લોકોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા
પોલીસ દ્વારા ચલાવાઇ રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન સમગ્ર રાજ્યમાંથી 152 આરોપીઓ સામે ગુનો દાખલ કરીને કુલ 103 ફરિયાદ નોંધવામાં આવી છે. 152 આરોપી પૈકી 105 આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. પોલીસ દ્વારા 27 જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.
ADVERTISEMENT
માસુમ સરકાર-પોલીસને ખબર જ નહોતી કે સ્પામાં આવું પણ ચાલતું હતું
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ પોલીસ અધિક્ષકો સહિત તમામ પોલીસ અધિકારીઓને સ્પામાં તપાસ અને દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.રાજ્યમાં આ પ્રકારની પ્રવૃતિઓને સદંતર બંધ કરવામાં આવશે. પોલીસ દ્વારા મહિલા પોલીસને સાથે રાખવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં લગભગ દરેક નાગરિકને ખબર હતી કે સ્પામાં શું ચાલી રહ્યું છે પરંતુ પોલીસને આ બાબતની ખબર જ નહોતી અને સરકારને તો ખબર જ નહોતી કે સ્પામાં શું ચાલી રહ્યું છે. આ તો ભલું થાય મીડિયાનું કે માસુમ સરકારની આંખો ઉઘાડી અને હવે સરકાર સફાળી જાગી છે.
ADVERTISEMENT