પોલીસકર્મીઓનો એફિડેવિડ પર સહી ન કરવાનો મુદ્દો વકર્યો, જે સહમત નહીં હોય એની રજા ‘CANCLE’
સાબરકાંઠાઃ ગુજરાતમાં પોલીસકર્મીઓને પગાર વાધારાની જાહેરાત થતા રાહતના સમાચાર મળી આવ્યા હતા. આ દરમિયાન જોકે તેમને ગ્રેડની માગણીમાં તો રાહત મળી ગઈ હતી પરંતુ આની…
ADVERTISEMENT
સાબરકાંઠાઃ ગુજરાતમાં પોલીસકર્મીઓને પગાર વાધારાની જાહેરાત થતા રાહતના સમાચાર મળી આવ્યા હતા. આ દરમિયાન જોકે તેમને ગ્રેડની માગણીમાં તો રાહત મળી ગઈ હતી પરંતુ આની સાથે સરકારે એક બાંહેધરી પત્રક સહી કરવા માટે જણાવ્યું હતું. તેમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે 50 ટકાથી વધુ પોલીસ કર્મીઓએ આમાં સહી ન કરવા માટે જણાવ્યું હતું. IPSના દબાણ છતા પણ મોટભાગના કર્મીઓ માન્યા નહોતા તેના ભાગ રૂપે સાબરકાંઠા મુડેટી ગામના ઈન્ચાર્જ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જે કર્મીઓ સહી કરવામાં અસહમત હોય તેમને રજા અથવા સીક લીવ મેમો ન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
બાંહેધરીમાં સહી નહીં કરો તો રજા નહીં મળે…
સાબરકાંઠાના મુડેટી ગામ ખાતેના ઈન્ચાર્જ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત સરકારે જે જાહેર સુરક્ષા પ્રોત્સાહન એલાઉન્સ બહાર પાડ્યું છે તેની બાંહેધરીમાં સહી ન કરનારને રજા નહીં મળે એવી જાહેરાત કરાઈ છે. આની સાથે પરિપત્રમાં એમ પણ જણાવાયું છે કે જે જે કર્મચારીઓ આના પર સહી નહીં કરે એમને રજા અથવા સિક લીવ મેમો મળશે નહીં.
ADVERTISEMENT
પોલીસકર્મીએ પગાર વધારો લેવા એફિડેવિટ આપવું પડશે
રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટના અંતમાં પગાર વધારાનો પરિપત્ર જાહેરા કરાયો હતો. આ પગાર ભથ્થાનો લાભ લેવા ઈચ્છતા પોલીસકર્મીઓને એક પરિપત્ર આપવા માટે કહેવાયું હતું. પરિપત્ર મુજબ, પોલીકર્મીઓએ બાંહેધરી આપવી પડશે કે આ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ સ્વીકારે છે અને ભવિષ્યમાં તેમને ફિક્સ ભથ્થા પર અન્ય કોઈ લાભ કે ભથ્થા મળશે નહીં તથા ભવિષ્યમાં પણ તેઓ આ અન્ય કોઈ ભથ્થા કે લાભ માટે દાવો કરશે નહીં. જેથી ગ્રેડ-પેની માંગ કરી રહેલા પોલીસકર્મીઓ આ શરતથી સંમત નથી.
ADVERTISEMENT