બુટલેગરોએ પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલને ધોઈ નાખ્યો, વિવિધ ટીમો સક્રિય થઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં દારૂ બંધી તો છે છતા બુટલેગરો બેફામ રીતે દારૂનો ધંધો ચલાવતા નજરે પડ્યા છે. એટલું જ નહીં હવે આ દરમિયાન વટવા પોલીસ સ્ટેશનની એક એવી ઘટના સામે આવી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. બુટલેગરે અચાનક જ પોલીસ સ્ટેશનમાં ઘુસીને કોન્સ્ટેબલ પર હુમલો કરી દીધો હતો. તેવામાં અહીં સતત વધી રહેલા દારૂના વેચાણ સહિત બુટલેગરોની દાદાગીરીએ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરી દીધા છે.

બુટલેગરે કોન્સ્ટેબલને જ ધોઈ નાખ્યો
અમદાવાદમાં બેફામ દારૂના વેચાણ વચ્ચે બુટલેગરોની દાદાગીરીના કિસ્સાઓ વધી રહ્યા છે. તેવામાં બુટલેગર અને તેના ભાઈ વચ્ચે થયેલો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન પોલીસે બુટલેગર વિરૂદ્ધ જેવી ફરિયાદ નોંધાવી એવો જ તે ગુસ્સે થઈ ગયો હતો. એટલુ જ નહીં બુટલેગરે તો કોન્સ્ટેબલ પર હુમલો પણ કરી દેતા ચકચાર મચી જવા પામી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT