RAJKOT માં પાણી વગરની પોલીસ, રોજે રોજ અસામાજિક તત્વો ફેંકે છે પડકાર
રાજકોટ : શહેરમા યુવાધન રિલ્સ બનાવવાની ઘેલછામાં શુંનું શું કરતા હોય છે. સોશિયલ મીડિયા પર ફેન્સ વધારવાની ઘેલછા ઘણી વખત કાયદો અને વ્યવસ્થા પણ આ…
ADVERTISEMENT
રાજકોટ : શહેરમા યુવાધન રિલ્સ બનાવવાની ઘેલછામાં શુંનું શું કરતા હોય છે. સોશિયલ મીડિયા પર ફેન્સ વધારવાની ઘેલછા ઘણી વખત કાયદો અને વ્યવસ્થા પણ આ લોકો હાથમાં લઇ લેતા હોય છે. આવો જ વધારે એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રિલ્સ બનાવવાની ઘેલછામાં બંદુકમાંથી ફાયરિંગ કરતો હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે.
યુવકે ભલે એકલો પણ એકડો નાના એક ગીત પર વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જો કે પોલીસ દ્વારા વીડિયો વાયરલ કરનારા યુવક દીપ ગોસ્વામીની અટકાયત કરી લેવામાં આવી છે. જો કે પોલીસ પુછપરછમાં સામે આવ્યું કે, રમકડાની બંદુકથી વીડિયો બનાવ્યો હતો. વીડિયો એડિટિંગ કરીને રિયલ ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો બનાવ્યો હતો. જો કે બાદમાં દીપે જાહેર જનતાની માફી માંગી હતી.
રાજકોટ પોલીસનો ખૌફ જ ઓસરી ગયો હોય તે પ્રકારે રાજકોટમાં અસામાજિક તત્વો બેખોફ બનતા જઇ રહ્યા છે. આ પ્રકારનાં યુવકો વીડિયો બનાવીને પોલીસને સ્પષ્ટ રીતે પડકાર ફેંકે છે. યુવાધન આ પ્રકારનાં વીડિયો બનાવીને ગાંડાતુર બનતા હોય છે. રાજકોટમાં જન્માષ્ટમીના પ્રસંગે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક યુવકે જાહેરમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT