સોજીત્રા ત્રિપલ અકસ્માત: દારૂ પીને કાર ચલાવી 6નો ભોગ લેનારા કોંગી MLAના જમાઈ જેલ ભેગા કરાયા
આણંદ: રક્ષાબંધનના દિવસે આણંદમાં ગાડી, રીક્ષા અને બાઈકનાં અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થતા ચકચાર મચી…
ADVERTISEMENT
આણંદ: રક્ષાબંધનના દિવસે આણંદમાં ગાડી, રીક્ષા અને બાઈકનાં અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થતા ચકચાર મચી ગઈ હતી. આ તમામ ભાઈને રાખડી બાંધીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બની ગયા હતા. તેવામાં જે કાર ચાલક હતો એ સોજિત્રા કોંગ્રેસના ધારસભ્ય પૂનમ પરમારનો જમાઈ કેતન પઢિયાર હોવાનું સામે આવ્યું હતું. આ મામલે સોજીત્રા પોલીસે હવે ધારાસભ્યના જમાઈની અટકાયત કરી છે.
રક્ષાબંધન પર ધારાસભ્યના જમાઈએ અકસ્માત સર્જ્યો
સોજિત્રાના ડાલી ગામે રક્ષાબંધનની મોડી સાંજે ભયાનક અકસ્માાત સર્જાયો હતો. પુરપાટ ઝડપે જઇ રહેલી કાર, બાઇક અને રીક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં રીક્ષા ચાલક સહિત બે લોકોના મોત ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે બીજી બાજુ ચાર લોકોના સારવાર દરમિયાન મોત નીપજતા આ અકસ્માતમાં કુલ 6 લોકોએ જીવ ગુમાવી દીધો છે. આ ઉપરાંત ચોંકાવનારી બાબત છે કે, ગાડીમાંથી MLA ગુજરાત લખેલી પ્લેટ પણ મળી આવી છે.
અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા હતા
પોલીસ દ્વારા આ મામલે તપાસ કરાતા ધારાસભ્યના જમાઈ દારૂના નશામાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હોવાનું સામ આવ્યું હતું. એવામાં હવે સોજીત્રા પોલીસે આ મામલે કાર્યવાહી કરતા ધારાસભ્યના જમાઈ કેતન પઢિયારની અટકાયત કરી છે. આ ગમખ્વાર અકસ્માતમાં 6 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા હતા.
ADVERTISEMENT
(ઈનપુટ: હેતાલી શાહ)
ADVERTISEMENT
ADVERTISEMENT