ગાંધીનગરમાં દલિત પ્રોફેસરને બિલ્ડરે ફ્લેટ આપવાની ના પાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દલિત પ્રોફેસર સાથે ભેદભાવ રાખીને ફ્લેટ ન આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બિલ્ડરે ફ્લેટ ખાલી હોવા છતાં દલિત હોવાના કારણે વેચાણે આપવાની ના પાડતા ગુજરાત હાઈકોર્ટમાં વકીલ અને કોલેજમાં પ્રોફેસરે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

છાપામાં ફ્લેટની સ્કીમની જાહેરાત જોઈ હતી
ગાંધીનગરમાં સેક્ટર 7માં રહેતા રજનીકાંત ચૌહાણ ગુજરાત હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે અને સેક્ટર-7માં ચૌધરી કોલેજ ઓફ એજ્યુકેશનમાં પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણાવે છે. રજનીકાંત ભાઈએ ન્યૂઝપેપરમાં સરગાસણ વિસ્તારમાં ઓરિજિન હાઈટ્સ નામની 2BHK ફ્લેટની સ્કીમની જાહેરાત જોઈ હતી. જે બાદ તેઓ 4 એપ્રિલે સાઈટની ઓફિસમાં ગયા હતા. જ્યાં તેઓ હરેશ ચૌધરી નામની વ્યક્તિને મળ્યા. અહીં તેમને બીજા અને ત્રીજા માળે ફ્લેટ ખાલી હોવાનું કહેવાયું હતું. બાદમાં તેમણે ત્રીજા માળનો ફ્લેટ પસંદ આવ્યો.

જાતિ પૂછ્યા બાદ ફ્લેટ આપવામાં આનાકાની
તેમણે ત્રીજા માળનો ફ્લેટ નક્કી કર્યો, આ બાદ હરેશ ચૌધરીએ તેમને જાતિ, કામ વગેરે બાબતની પૂછપરછ કરી હતી. બાદમાં હરેશભાઈએ તેમને સાંજે ફરી ફોન કર્યો અને કહ્યું કે, તેઓ બિલ્ડર મહેન્દ્ર ચૌધરી સાથે વાત કરીને તેમને જાણ કરશે. જોકે ઘણા દિવસ સુધી વાત આગળ ન વધતા રજનીકાંતભાઈએ સ્કીમની વેબસાઈટ પરથી બિલ્ડરનો નંબર લીધો અને તેમને ફોન કર્યો. જોકે શરૂઆતમાં તેમણે કહ્યું અમે SC લોકોને ફ્લેટ વેચીએ છીએ, પણ મારે બીજા પાર્ટનર બિલ્ડર અમૃત પટેલને પૂછવું પડશે.

ADVERTISEMENT

આ બાદ રજનીકાંતભાઈને તેમનો કોઈ ફોન જ ન આવ્યો. આથી તેમણે જાતે અમૃત પટેલનો ફોન કરતા તેમણે આ સાઈટ વિશે તમામ માહિતી મહેન્દ્રભાઈ પાસેથી જ લેવા માટે કહ્યું. જોકે ત્યાર બાદ મહેન્દ્રભાઈએ ફ્લેટ રજનીકાંત ભાઈને વેચવા ન માગતા હોવાથી તેમનો ફોન ઉઠાવવાનું જ બંધ કરી દીધું. આથી આખરે તેમણે તેમણે અડાલજ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT