ગાંધીનગરના પૂર્વ કલેક્ટર સામે નોંધાઈ ભ્રષ્ટાચારની ફરિયાદ, સરકારી તિજોરીને લગાવ્યો કરોડોનો ચૂનો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પૂર્વ નિવૃત્ત કલેક્ટર સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સાથે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2019માં ગાંધીનગર કલેક્ટર તરીકે સેવા બજાવ્યા બાદ નિવૃત થયેલા એસ.કે લાંગા સામે આક્ષેપ છે કે તેમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાના મળતીયાઓને આર્થિક ફાયદો કરાવ્યો છે. સાથે જ સરકારમાં ભરવાનું થતું પ્રીમિયમ નહીં ભરીને સરકારી તિજોરીને પણ નુકસાન પહોંચાડ્યું છે.

સરકારી તિજોરીને લગાવ્યો કરોડોનો ચૂનો
એસ.કે લાંગા વર્ષ એપ્રિલ 2018થી નવેમ્બર 2019 સુધી ગાંધીનગરના કલેક્ટર તરીકે ફરજ બચાવી ચૂક્યા છે અને બાદમાં તેઓ નિવૃત્ત થયા છે. તેમની સામે આરોપ છે કે તેમણે પોતાના મળતીયાઓ સાથે મળીને આર્થિક ફાયદા બાટે પૂર્વ નિયોજીત કાવતરું રચીને જમીનના ખોટા હુકમો કર્યા. અને સરકારમાં ભરવાનું થતું કરોડો રૂપિયાનું પ્રીમિયન ન આપીને સરકારી તિજોરીને નુકસાન કર્યું છે. સાથે જ બીનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવીને નવી શરતની જમીનને જુની શરતમાં દર્શાવી દીધી અને આ દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કર્યો. પોતે નિવૃત્ત થયા બાદ પણ દસ્તાવેજોમાં સહી કરી અને ખોટા દસ્તાવેજ બનાવીને જુની તારીખમાં તેનો અમલ બતાવ્યો. આમ આર્થિક ફાયદો મેળવીને પોતાના તથા પરિવારના સભ્યોના નામે અપ્રમાણસર મિલકત વસાવી છે.

સેટલમેન્ટ ન થાય તો અરજદારને હેરાન કરતા
એસ.કે લાંગા સામે ફરજમાં નિષ્ઠા, પ્રમાણીકતાનો અભાવ, અંગત હિત માટે સરકારના નિયમો અને કાયદાને નજર અંદાજ કરવા, આર્થિક સેટલમેન્ટ ન થાય ત્યાં અરજદારોને હેરાન કરવા, સરકારને કરોડો રૂપિયાના પ્રીમિયમનું નુકસાન કરવું, નિવૃત્ત થયા બાદ પણ સંખ્યાબંધ NA ના કેસો કરવા, નિવૃત્તિના છેલ્લા વીકમાં અને અમુક કિસ્સામાં નિવૃત્તિ બાદ પણ નિર્ણય કર્યા છે. અમ સમગ્ર કામગીરીમાં ગંભીર ગેરરીતિઓ તથા સત્તાનો દુરુપયોગ કર્યો છે. હવે એસ.કે લાંગાની ધરપકડ કરીને તેમને જામીન ન મળે તે પ્રકારના પગલા લેવા માટે સૂચન કરાયું છે.

ADVERTISEMENT

અપ્રમાણસર પ્રોપર્ટીનો FIRમાં ઉલ્લેખ
ગાંધીનગર સેક્ટર-7માં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં એસ.કે લાંગાની અપ્રમાણસર પ્રોપર્ટીનો પણ ઉલ્લેખ કરાયો છે. જેમાં કહેવાયું છે કે, એસ.કે લાંગાની બાવળામાં આવેલી રાઈસ મીલમાં ભાગીદારી છે. આ સાથે બોપલમાં સ્કાય સીટીમાં બંગલો અને ચાર દુકાનો છે. સાથે તેમને કુટુંબના સભ્યોના નામે પણ બેનામી મિલકતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તો આવક કરતા વધુ મિલકત હોવાથી તેમની સામે ACB દ્વારા તપાસ કરાવવા કહેવાયું છે.

    follow whatsapp

    ADVERTISEMENT