Ahmedabad: નશામાં ટલ્લી થયો પોલીસવાળો, નંબર વગરની કારથી સર્જ્યો અકસ્માત; સ્થાનિકોમાં આક્રોશ
Ahmedabad Accident News: કાયદો-વ્યવસ્થાનું પાલન કરાવવાનું જેમનું કામ છે, તેવી પોલીસ જ દારૂના નશામાં ધૂત હોય તો તમે કોની પાસે ન્યાયની આશા રાખી શકો.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
અમદાવાદમાં પોલીસે સર્જ્યો અકસ્માત
પોલીસકર્મીએ બાઈક સવાર પરિવારને અડફેટે લીધો
અકસ્માત સર્જી કાર મૂકીને પોલીસકર્મી ફરાર
Ahmedabad Accident News: કાયદો-વ્યવસ્થાનું પાલન કરાવવાનું જેમનું કામ છે, તેવી પોલીસ જ દારૂના નશામાં ધૂત હોય તો તમે કોની પાસે ન્યાયની આશા રાખી શકો. હકીકતમાં શહેરમાં દારૂના નશામાં એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં આ વખતે આ કાર ચાલક કોઈ સામાન્ય કાર ચાલક નહીં પરંતુ ખુદ પોલીસકર્મીએ જ નશામાં ધૂત થઈને કાર ચલાવીને બાઈક પર સવાર પરિવારને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર દંપત્તિ અને બાળકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
નશામાં ધૂત પોલીસકર્મીએ સર્જ્યો હતો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલા ખોડિયારનગર પાસે ગઈકાલે રાતે એક પોલીસકર્મીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. પોલીસકર્મીએ બેફામ કાર ચલાવીને બાઈક પર જતાં પતિ - પત્ની અને બાળકોને અડફેટે લીધા હતા. આ અકસ્માત સર્જીને પોલીસકર્મી કાર મૂકી થયો ફરાર થઈ ગયો હતો.
નંબર પ્લેટવાળી કારથી એક પરિવારને લીધો અડફેટે
અકસ્માતને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. જે બાદ ઈજાગ્રસ્ત દંપતી અને તેમના બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ દરમિયાન બ્લેક ફિલ્મવાળી અને નંબર પ્લેટ વગરની વેગેનાર કારમાથી પોલીસકર્મીનું આઈકાર્ડ, પાકીટ, પોલીસ લખેલું બોર્ડ સહિત સામગ્રી મળી આવી હતી.
ADVERTISEMENT
અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ
આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. આ અકસ્માતને નજરે જોનારા લોકોએ સમગ્ર ઘટનામાં કહ્યું કે, જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે કારચાલક નશામાં ધૂત હતો અને નશો કરીને કાર હંકારી રહ્યો હતો. તે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો.
શું પોલીસને નિયમો લાગુ નથી પડતા?
આ બનાવ બાદ સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે કાયદો-વ્યવસ્થાનું પાલન કરાવવાનું જેમનું કામ છે, તેવી પોલીસ જ દારૂના નશામાં ધૂત હોય તો કોની પાસે આશા રાખવી?, બીજુ કારમાં નંબર પ્લેટ પણ ગાયબ છે અને કાળા કલરના કાચ છે તો શું નંબર પ્લેટ અને કાળ કાચનો કાયદો માત્ર સામાન્ય લોકો માટે જ છે? શું પોલીસકર્મીને ગુજરાતમાં દારુ પીવાની પરમિટ હોય છે? ગુજરાતમાં તો દારૂબંધી છે તો પોલીસકર્મીને ક્યાંથી દારુ મળ્યો?. અત્યારે તો RTOના નિયમ મુજબ કાર ખરીદતાની સાથે જ નંબર પ્લેટ લગાવીને આપવામાં આવે છે તો પોલીસકર્મીની કારમાં નંબર પ્લેટ કેમ નથી? શું પોલીસકર્મીને RTOના નવા નિયમો લાગુ નથી પડતા? નશાની હાલતમાં બેફામ કાર ચલાવનાર પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી થશે કે પછી તેનો બચાવ થશે? તે જોવું રહ્યું...
ADVERTISEMENT
ઈનપુટઃ અતુલ તિવારી, અમદાવાદ
ADVERTISEMENT
ADVERTISEMENT