બોલો! એમ્બ્યુલન્સમાં આ રીતે દારૂની હેરાફેરી થતી, પણ પોલીસ બુટલેગરોથી પણ બે ડગલા આગળ નીકળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દુલ ગજ્જર/દાહોદ: ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી અમલમાં છે. પરંતુ ગુજરાત મધ્યપ્રદેશ જેવા સરહદી વિસ્તારોમાંથી વિદેશી દારૂની હેરફેર કરવા માટે તગડો નફો રડી લેવા માટે બુટલેગરો સક્રિય થયા છે. તો દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની બદીને ડામવા માટે પોલીસ પણ સક્રિય બની અવારનવાર વિદેશી દારૂને ઝડપી પાડતી હોય છે. પરંતુ હાલ લગ્નસરાની સિઝનમાં તગડો નફો રળી લેવા માટે સક્રિય બનેલા બુટલેગરો વિદેશી દારૂની હેરફેર માટે અવનવા કીમિયા અજમાવતા હોય તેવું દેખાઈ રહ્યું છે.

એમ્બ્યુલન્સમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરી
જેમાં તાજેતરમાં દેવગઢબારિયા પોલીસે બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પરથી ઈ-ગુજકોપની મદદથી એમ્બ્યુલન્સના ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાના ગોગુંડા મોડવા ગામના વિક્રમભાઈ લક્ષ્મણસિંહ દેવડા પોતાના કબજા હેઠળની GJ-10-W-7227 નંબરની એમ્બ્યુલન્સમાં કેબીનની પાછળ ચોરખાનામાં વિદેશી દારૂ સંતાડીને લાવતા હોવાની બાતમી પીપલોદ પોલીસ મથકના પી.એસ.આઇ જી.બી પરમારને મળતા તેઓ પોલીસ જવાનો સાથે ભથવાડા ટોલનાકા પર વોચમાં ગોઠવાઈ ગયા હતા.

ચોર ખાનામાંથી 285 દારૂની બોટલો મળી
બાતમીમાં દર્શાવેલ ગાડી આવતા પોલીસે આ એમ્બ્યુલન્સને ચારે બાજુથી કોર્ડન કરી ચાલક વિક્રમસીંગ લક્ષ્મણસિંહ દેવડાની અટકાયત કરી એમ્બ્યુલન્સની તપાસ કરતા કેબીનના ચોરખાનામાં સંતાડી રાખેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 285 બોટલો મળી આવી હતી. જેની કિંમત 1,18,310 રૂપિયાની જેટલી થાય છે. દારૂ મળી આવતા પોલીસે એમ્બ્યુલન્સ ગાડીના ચાલકની ધરપકડ કરી વિદેશી દારૂનો મુદ્દામાલ તેમજ ચાર લાખ રૂપિયા કિંમતની એમ્બ્યુલન્સ તેમજ 3000 રૂપિયાની કિંમતનો એક મોબાઇલ ફોન મળી રૂપિયા 5,21,310 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો. હાલ એમ્બ્યુલન્સના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT