અમદાવાદ: અજાણ્યાને કેમેરા આપતા પહેલા ચેતજો, કેમેરા ભાડેથી લઈ બારોબાર વેચી દેનારા 3 ગઠિયા ઝડપાયા
અમદાવાદના કૃષ્ણનગર પોલીસે 3 એવા શખ્સોની ધરપકડ કરી છે. જેમણે રાજ્યના અલગ-અલગ શહેરોમાંથી કેમેરા ભાડેથી લઈ બારોબાર સસ્તા ભાવે વેચી નાખી છેતરપિંડી આચરતા હતા. પકડાયેલા…
ADVERTISEMENT
અમદાવાદના કૃષ્ણનગર પોલીસે 3 એવા શખ્સોની ધરપકડ કરી છે. જેમણે રાજ્યના અલગ-અલગ શહેરોમાંથી કેમેરા ભાડેથી લઈ બારોબાર સસ્તા ભાવે વેચી નાખી છેતરપિંડી આચરતા હતા. પકડાયેલા આરોપી પૂરર શાહ, હિતેશ રાવળ અને મનોજ પરમાર છેલ્લા ઘણા સમયથી આજ મોડેસ ઓપરેન્ડીથી કૅમેરા ભાડે લેવા સંપર્ક કરતા અને ત્યારબાદ કેમેરો લઇ જઈ બારોબાર સસ્તા ભાવે વેચી દેતા.
નિકોલના વેપારી પાસેથી કેમેરા લઈ બારોબાર વેચી દીધો
બનાવ અંગેની વાત કરીએ તો નિકોલમાં દુકાન ધરાવતા પરેશ ઉર્ફે પાર્થ શાહ કેમેરા ભાડે આપવાનો બિઝનેસ કરતા હતા. પરેશભાઈનો એક વેપારીએ સંપર્ક કરી પ્રી-વેડિંગ શૂટ માટે કેમેરા ભાડેથી માંગ્યો હતો. જો કે પરેશભાઈ આ કેમેરા લઇને કારમાં મુકતા જ ભાડે લેવા આવનાર શખ્સો ત્યાંથી કેમેરો ફ્લેશલાઇટ, મેમરી કાર્ડ સહિત પાંચ લાખથી વધુનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા. જોકે આ અંગે પરેશભાઈએ તેમનો સંપર્ક કરતા મોબાઈલ બંધ કરી દીધો હતો. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા કૃષ્ણનગર પોલીસનો તેમણે સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ભાડેથી કેમેરા લઈ વેચી દેવાની મોડસ ઓપરન્ડીનો પર્દાફાશ
જેને પગલે કૃષ્ણનગર પોલીસે ટેકનિકલ આધારે કેમેરા લઇ જનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે એવી હકીકત આવી કે પકડાયેલા ત્રણેય આરોપીઓ પુરવ શાહ, હિતેશ રાવળ અને મનોજ પરમાર છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારની કેમેરા ભાડે લેવાની મોડેસ ઓપરેન્ડીથી કેમેરા અને લેન્સ સહિતની વસ્તુ ભાડે લેતા. કેટલીક વખત વેચવામાં બહાને કેમેરા લઈ જતા અને બારોબાર વેચી દેતા. જેને પગલે આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ છેતરપીંડીની ફરિયાદ નોંધાયેલી છે.
ADVERTISEMENT
આરોપીઓ પાસેથી 15 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો
ત્યારે હાલ તો અલગ અલગ કેમેરાઓ, લેન્સ, સ્ટેન્ડ, લાઈટો સહિત 14 ગુનાઓનો ભેદ ઉકેલી 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે કેટલીક જગ્યાએથી કેમેરા ભાડે લેનાર વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી ન હોવાથી હવે અન્ય જગ્યાએ પણ ફરિયાદ નોંધવાની તજવીજ પોલીસે શરૂ કરી છે.
ADVERTISEMENT