દ્વારકામાં પોલીસનું નાક કપાયું : પોલીસ સ્ટેશનમાંથી જ પોલીસ જીપની ચોરી થઈ
DEVBHUMI DWARKA NEWS : રાજ્યમાં તસ્કરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. સામાન્ય લોકો ફરિયાદ લઈને પોલીસ પાસે જાય છે પરંતુ હવે તો તસ્કરોના ત્રાસથી…
ADVERTISEMENT
DEVBHUMI DWARKA NEWS : રાજ્યમાં તસ્કરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. સામાન્ય લોકો ફરિયાદ લઈને પોલીસ પાસે જાય છે પરંતુ હવે તો તસ્કરોના ત્રાસથી પોલીસ સ્ટેશનથી પણ સુરક્ષિત નથી. દ્વારકામાં પોલીસનું નાક કપાય સમાન એક કિસ્સો સામે આવ્યો છે. દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે કે, પોલીસ સ્ટેશનમાંથી જ સરકારી જીપ અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો છે.
ચોરાયેલુ પોલીસ વાહન જામનગરથી મળી આવ્યું
આ અંગે માહિતી મળી રહી છે કે, પોલીસની GJ-18-GB-7269 નંબરની ગાડી ચોરી થઈ હોવાની માહિતી સ્ટેટ કંટ્રોલ રૂમને મળી હતી. જેના અંગે તરતજ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, ચોરાયેલુ પોલીસ વાહન જામનગરથી મળી આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT