અમદાવાદમાં મુમતપુરા બ્રિજનું PM કરશે લોકાર્પણ, સૌરાષ્ટ્ર-ઉ. ગુજરાત જતા વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
અમદાવાદ: PM નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં આજે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. જેમાંથી એક સરદાર…
ADVERTISEMENT
અમદાવાદ: PM નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં આજે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. જેમાંથી એક સરદાર પટેલ રિંગરોડ પર સાઉથ બોપલને જોડતા મુમતપુરા ફ્લાયઓવરને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ ઓવરબ્રિજને રૂ.70 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. થ્રી લેયર ફ્લાઈ ઓવરબ્રિજથી અહીંથી પસાર થનારા હજારો વાહન ચાલકોને ફાયદો થશે.
ટ્રાફિક જામની સમસ્યાથી મળશે મુક્તિ
ખાસ વાત છે કે, સૌરાષ્ટ્ર તરફથી ઉત્તર ગુજરાત તરફ જતા વાહનો તથા સ્થાનિક વાહનોના કારણે ઘણીવાર સરદાર પટેલ રિંગ રોડ પર ભારે ટ્રાફિક સર્જાતો હોય છે. એવામાં આ ઓવરબ્રિજ ખુલ્લો મુકવાના કારણે ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળવા સાથે લોકોના સમયની પણ બચત થશે અને ઈંધણનો વ્યય થતા અટકવાથી પર્યાવરણને પણ નુકસાન થતું અટકશે. ઔડા દ્વારા નિર્મિત આ ઓવરબ્રિજનું લોકાર્પણ PM મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી કરાશે.
ADVERTISEMENT
અગાઉ વિવાદમાં રહ્યો હતો મુમદપુરા બ્રિજ
નોંધનીય છે કે મુમદપુરા બ્રિજ ઘણીવાર વિવાદમાં આવી ચૂક્યો છે. વર્ષ 2021ના અંતમાં આ બ્રિજના નિર્માણ સમયે એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. વિવાદના કારણે બ્રિજનું નિર્માણ કાર્ય અટકી ગયું હતું. જે બાદ એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરીને કોન્ટ્રાક્ટર, એજન્સી તથા PCS કંપનીની જવાબદારી નક્કી કરવામાં આવી હતી. બાદમાં રણજીત બિલ્ડકોન કંપની દ્વારા જ બ્રિજનું અધૂરું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. 2 દિવસ પહેલા જ બ્રિજનું ક્વોલિટી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રેતી ભરેલા ટ્રકો બ્રિજ પરથી પસાર કરવામાં આવ્યા હતા અને બ્રિજની મજબૂતી ચકાસવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT