વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વધુ એક ગુજરાત પ્રવાસઃ ત્રિદિવસીય પ્રવાસમાં જાણો શું છે તેમનો કાર્યક્રમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહિસાગરઃ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા વધુ એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ પર છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણી સંભવતઃ એકાદ બે અઠવાડિયામાં જાહેર થાય તેવી જાણકારી મળી રહી છે પરંતુ આ દરમિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. તા. 30 ઓક્ટોબરથી 1 ઓક્ટોબર સુધી વડાપ્રધાન ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.

પ્રથમ દિવસનો કાર્યક્રમ
આ અંગે તેમની કામગીરી અને વ્યસ્ત શિડ્યૂલ પર નજર કરીએ તો તેઓ 30મી ઓક્ટોબરે દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર આવવાના છે. જ્યાં લેપ્રસી ગ્રાઉન્ડ વડોદરા ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે જેમાં તેઓ આઈએએફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનમાં ખાત મુહૂર્ત કરશે. જ્યાંથી હેલિકોપ્ટર દ્વારા તેઓ કેવડિયા જશે અને સર્કિટ હાઉસ કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે.

બીજા દિવસનો કાર્યક્રમ
આ પછી તે ઓ બીજા દિવસે એટલે કે 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જશે જ્યાં પુષ્પાંજલિ કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે કારણ કે આ દિવસે સરદાર પટેલ જન્મ જયંતિ છે. આ પછી તેઓ રાષ્ટ્રીય એક્તા દિવસ પરેડ સાથે જોડાશે અને તે ત્યાં બાય રોડ પરેડ ગ્રાઉન્ડ સુધી પહોંચશે. આ પછી એક્તાનગર હેલિપેડ પર તેઓ આવશે અને પછી હેલિકોપ્ટર દ્વારા ફરી વડોદરા એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવવા રવાના થશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા થરાદ હેલિપેડ પર પહોંચશે. જ્યાં તેઓ લગભગ સાંજના સમયે પહોંચશે અને અહીં બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના ખાત મુહૂર્તના કાર્યક્રમમાં ભાગ લેશે. આ દિવસે તેઓનું વધુ વ્યસ્ત શિડ્યૂલ છે તેથી તેઓ આ ખાત મુહૂર્તના કાર્યક્રમો પછી ત્યાંથી ફરી અમદાવાદ એરપોર્ટ આવશે અને પછી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે.

ADVERTISEMENT

ત્રીજા દિવસનો કાર્યક્રમ
તેમના ત્રીજા દિવસના કાર્યક્રમ પર હળવી નજર કરીએ તો તેઓ રાજભવનથી સચિવાલય હેલિપેડ ગાંધિનગર ખાતે સવારના સમયે પહોંચશે જ્યાંથી તેઓ હેલિકોપ્ટરમાં રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલી માનગઢ હિલ ખાતે જવા રવાના થશે. ત્યાં તેઓનો કાર્યક્રમ પુરો થયાથી તેઓ જાંબુઘોડા ગુજરાત આવવા રવાના થશે. જ્યાં જાંબુઘોડામાં તેઓ ખાત મુહૂર્ત ઉપરાંત કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે. લગભગ સાંજ સુધી કાર્યક્રમને આટોપ્યા પછી તેઓ ફરી જાંબુઘોડા હેલિપેડ પરથી હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર પહોંચશે અને ત્યાંથી રોડ માર્ગે રાજભવન પહોંચી ત્યાં થોડો સમય વિતાવ્યા પછી મહાત્મા મંદિર પર પહોંચશે. અહીં તેઓ ભાજપના 182 વિધાનસભા બેઠકના કાર્યકરો સાથે દિવાળી મિલનના વર્ચ્યૂઅલ સંબોધન કાર્યક્રમમાં હાજરી આપશે અને કાર્યકરો સાથે કેટલીક ચૂંટણીને લગતી કામગીરી અંગે વાત કરશે. ત્યાંથી તેઓ ફરી પાછા અમદાવાદ એરપોર્ટ પર જવા રવાના થશે અને રાત્રીના સમયે તેઓ અમદાવાદ એરપોર્ટથી પરત દિલ્હી જશે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ વિરેન જોશી, મહિસાગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT