GYAN પર ધ્યાન, GYANને સન્માન… પીએમ મોદીએ સમજાવી વિકસિત ભારતની ફોર્મ્યુલા

ADVERTISEMENT

gujarattak
social share
google news

PM Modi Exclusive : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના 100 વર્ષ પૂરા થતાં એટલે કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વચન આપ્યું છે. ઈન્ડિયા ટુડેના ગ્રુપ એડિટર-ઇન-ચીફ અને ચેરપર્સન અરુણ પુરી, વાઇસ ચેરપર્સન કાલી પુરી અને ગ્રુપ એડિટોરિયલ ડિરેક્ટર પબ્લિશિંગ રાજ ચેંગપ્પા સાથે પીએમ મોદીએ ખાસ વાતચીતમાં પીએમએ તેમના સંકલ્પને પૂર્ણ કરવાની ફોર્મ્યુલા પણ સમજાવી. PMએ કહ્યું કે ભારત GYAN પર ધ્યાન આપવાથી અને GYANને સન્માન આપવાથી જ વિકસિત બનશે. પોતાની ફોર્મ્યુલા ડીકોડ કરતી વખતે પીએમએ કહ્યું કે અહીં GYAN માં G નો અર્થ ગરીબ, Y નો અર્થ યુવા, A નો અર્થ અન્નદાતા એટલે કે ખેડૂત અને N નો અર્થ નારી છે.

પીએમ મોદીએ તેમની પ્રેરણા વિશે કરી વાત

પીએમ મોદીએ કહ્યું કે, જો નજીકથી જોવામાં આવે તો આજના આ સમયમાં ઐતિહાસિક સમાનતા જોવા મળે છે. સો વર્ષ પહેલાં આઝાદીને લઈ એક આશા હતી. 1922 થી 1947 ના સમયગાળામાં દરેક વ્યક્તિ સ્વતંત્રતા ચળવળમાં યોગદાન આપવા ઇચ્છતા હતા. કેટલાકે ખાદી કાંતીને ફાળો આપ્યો, કેટલાકે વિવિધ ચળવળોમાં ભાગ લઈને દરેક વ્યક્તિએ કોઈના કોઈ રીતે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો. આગામી 25 વર્ષ દેશ માટે મહત્વપૂર્ણ છે. આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાની હું લોકોમાં એવી જ આશા અને અપેક્ષા જોઉ છું. આ ઉર્જા મારી પ્રેરણા છે. આજે ભારતમાં વસ્તીનો ફાયદો છે જે ઉત્પાદકતા અને આર્થિક વૃદ્ધિમાં ફેરવવો જોઈએ.

દેશને વિકસિત બનાવવા માટે મારી સૌથી મોટી પ્રાથમિકતા..

પીએમ મોદીએ કહ્યું કે 2047 સુધીમાં દેશને વિકસિત બનાવવા માટે મારી સૌથી મોટી પ્રાથમિકતા આપણા યુવાનોને સારું સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રદાન કરવાની અને તેમને યોગ્ય કૌશલ્યોથી સજ્જ કરવાની રહેશે. કૌશલ્ય વિકાસની શરૂઆત અમારી શાળાઓથી થાય છે, જ્યાં દરેક વર્ગખંડમાં યુવા દિમાગને નવીન રીતે વિચારવા અને સમસ્યાઓના ઉકેલો શોધવા માટે તૈયાર કરવાની ક્ષમતા હોય છે.

ADVERTISEMENT

પેન-ઈન્ડિયા પાર્ટી બનવા માટે ભાજપનો ગેમપ્લાન શું છે?

આ જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, આ એક ખોટું મૂલ્યાંકન છે. ભાજપની સ્થાપના સમયથી અમે કોણ છીએ અને અમે કોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ તેના પર આવા કાલ્પનિક અભિપ્રાયો સાંભળતા આવ્યા છીએ. કેટલીકવાર અમને બ્રાહ્મણ-વાણિયા પાર્ટી તરીકે લેબલ કરવામાં આવી તો ક્યારેક એવી પાર્ટી તરીકે જે માત્ર હિન્દી બેલ્ટમાં કાર્યરત છે. અમને એવી પાર્ટીનું પણ લેબલ લગાવવામાં આવ્યું કે જેને માત્ર શહેરોમાં જ સમર્થન છે. જો કે એક બાદ એક આવેલી ચૂંટણીઓમાં અમે આ તમામ લેબલોને ખોટા સાબિત કર્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT