PM મોદી દ્વારા ફ્લાવર શો અંગે કરી સોશિયલ મીડિયા પોસ્ટ, કોર્પોરેશને કહ્યું આભાર
અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો ચાલી રહ્યો છે. જેમાં ભારે ઉત્સાહથી ભાગ લઇ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાત લઇ રહ્યા છે.…
ADVERTISEMENT
અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો ચાલી રહ્યો છે. જેમાં ભારે ઉત્સાહથી ભાગ લઇ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાત લઇ રહ્યા છે. અમદાવાદના ફ્લાવર શોને પગલે પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં ફેસબુક પર તેમણે લખ્યું કે, અમદાવાદમાં ચાલી રહ્યો છે એક રસપ્રદ ફ્લાવર શો. જ્યારે ટ્વીટરમાં તેમણે લખ્યું કે, અદ્ભુત નજારો છે. વર્ષોથી અમદાવાદના ફ્લાવર શોએ ફુલો અને પ્રકૃતિના શોખીનોને આકર્ષીત કર્યા છે.
https://www.facebook.com/photo/?fbid=898532691640964&set=pcb.898533008307599
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીએમનો આભાર વ્યક્ત કરાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રતિવર્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. પ્રતિવર્ષ ફ્લાવરશોની અલગ અલગ થીમ હોય છે. આ ફ્લાવર શો આઝાદી કા અમૃત મહોત્સવ અને જી20ની થીમ પર આધારિત છે. સવારે દસથી રાત્રે દસ કલાક સુધીનો સમય ફ્લાવર શો માટે નક્કી કરવામાં આવ્યો છે. 35 લાખના ખર્ચથી શરૂ કરાયેલો ફ્લાવર શો ગત્ત વર્ષે ત્રણ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આશરે 10 લાખથી વધારે મુલાકાતીઓ શોની મુલાકાત લેશે.
ADVERTISEMENT
Looks interesting. Over the years, Ahmedabad’s Flower Show has blossomed and drawn many people who are passionate about flowers and nature. https://t.co/ydCTwdXxnF pic.twitter.com/CL67r9A3jh
— Narendra Modi (@narendramodi) January 4, 2023
ફ્લાવર શોમાં પ્રતિવર્ષ સ્કલ્પચર જોવા મળે છે
અત્રે ઉલ્લેખીય છે કે, આ વર્ષે ફ્લાવર શોમાં પ્રતિવર્ષ જોવા મળતા સ્કલપચર ઉપરાંત અહી ભગવાનની મુર્તિઓ, ઉપરાંત ઓલમ્પીક, ભારતના મહાન ઋષીઓની પ્રતિકૃતી, યોગ કરતા લોકો, G20 સમિટ સહિત ગુજરાતની તમામ ઉપલબ્ધીઓને ધ્યાને રાખીને ફ્લાવર શોમાં તેની પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT