PM મોદી ફરી માદરે વતન આવશે, 4700 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ થશે

ADVERTISEMENT

PM Modi gujarat Visit case
PM Modi gujarat Visit case
social share
google news

મહેસાણા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહેમાન બની રહ્યા છે. મહેસાણામાં 30 ઓક્ટોબરે PM મોદીની સભાનું આયોજન થવા જઇ રહ્યું છે. આ દરમિયાન તેઓ 4778 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. આ અંગે માહિતી આપતા રજની પટેલે જણાવ્યું કે, 30 ઓક્ટોબરે પીએમ મોદીની સભા મહેસાણામાં આયોજીત થશે. જેમાં પીએમ મોદી મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં સંયુક્ત સભા સંબોધિત કરશે. પીએમ મોદીના આગમનના પગલે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે ફરી ગુજરાતના મહેમાન

વડાપ્રધાન મોદી વધારે એક વખત પોતાના વતન આવી રહ્યા છે. 30 ઓક્ટોબરે તેઓ ખેરાલુના ડભોડા ખાતે જંગી સભાને સંબોધિત કરશે. ડભોઇ હાલ પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું હોવાથી વડાપ્રધાન મહેસાણા જિલ્લાની મુલાકાતના પગલે 4778 કરોડના વિકાસ કાર્યોના શ્રીગણેશ કરશે. મહેસાણા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

કાર્યકર્તાઓ અને સરકારમાં પણ ભારે ઉત્સાહનો માહોલ

બીજી તરફ આગોતરા આયોજનના પગલે જિલ્લા ભાજપ સંગઠનની બેઠક આયોજીત થઇ હતી. જેમાં જિલ્લામાં ચૂંટાયેલા સભ્યો સહિતના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. અત્યારથી સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તંત્ર પણ તડામાર તૈયારીઓમાં લાગી ચુક્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT