PM મોદી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ, આવતી કાલે બનાવશે અનેક રેકોર્ડ
અમદાવાદ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને આખરી ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરૂવારે સવારે 09.30 વાગ્યે રમાવા જઇ…
ADVERTISEMENT
અમદાવાદ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને આખરી ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરૂવારે સવારે 09.30 વાગ્યે રમાવા જઇ રહી છે. આ મેચમાં ટોસ સમયે મેદાન પર વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ હાજર રહેવાના છે. બંન્ને દેશના વડાપ્રધાન એક સાથે મેચ પણ નિહાળશે અને બંન્ને કોમેન્ટ્રી પણ કરે તેવી શક્યતા જોવાઇ રહી છે. ટોસ સમટે પણ બંન્ને હાજર રહેશે. તેવામાં તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન પીએમ સાંજે 4 વાગ્યે અમદાવાદ આવી પહોચ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.
વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા, ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત કર્યું. pic.twitter.com/Bbl66jDFmb
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 8, 2023
પીએમ મોદી રાત્રે 10 વાગ્યે પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ, રાજ્યપાલ, મંત્રી જગદીશ પંચાલ સહિત અનેક પદાધિકારીઓ એરપોર્ટ પહોંચ્યા હતા. અહીંથી તેઓ સીધા જ ગાંધીનગર રાજભવન ખાતે પહોંચ્યા હતા. રાત્રી રાજભવનમાં જ રોકાણ કરશે. જ્યારે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન આઇટીસી નર્મદા ખાતે રોકાયા છે. આવતી કાલે બંન્ને મેચમાં હાજર રહેશે. અત્રે નોંધનીય છે કે, અહીં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આયોજીત ટેસ્ટ મેચ નિહાળશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં કાલે અનેક રેકોર્ડ સર્જાવા જઇ રહ્યા છે.
ADVERTISEMENT
Welcome to Gujarat. ઓસ્ટ્રેલિયાના માનનીય પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત કર્યું. આતિથ્યભાવના માટે જાણીતું ગુજરાત આપના સત્કાર માટે ઉત્સુક છે. @AlboMP pic.twitter.com/f6Ew1vdPbf
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 8, 2023
ઓસ્ટ્રેલિયન પીએમ સાથે આવતી કાલે મેચ નિહાળશે
ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન પણ સાંજે 4 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. અમદાવાદમાં તેમનું સ્વાગત ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિત પદાધિકારીઓએ કર્યું હતું. અહીંથી તેઓ સીધા જ ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા.જ્યાં તેમણે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને પુષ્પાજલી અર્પીત કરી હતી. અહીંથી તેઓ ગાંધીનગર રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તિલક હોળીનું સેલિબ્રેશન કર્યું હતું. કાલે બંન્ને મેચનો આનંદ પણ ઉઠાવશે.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયાના માનનીય પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝ સાથે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને પૂજ્ય મહાત્મા ગાંધીજીને ભાવપુષ્પ અર્પણ કર્યા. pic.twitter.com/d05Kom0Soz
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 8, 2023
ADVERTISEMENT
રાજભવન ખાતે ધુળેટી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના માનનીય પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝ, માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, વિધાનસભા અધ્યક્ષશ્રી તથા સાથી મંત્રીશ્રીઓની સાથે હાજર રહી રંગોત્સવની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું. pic.twitter.com/lJJsyGPGpj
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 8, 2023
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો પણ વિશેષ લાભ ગુજરાતને મળશે. pic.twitter.com/LTbZLkbriu
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 8, 2023
ઓસ્ટ્રેલિયાના માન. પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝે ઓસ્ટ્રેલિયાની પ્રસિધ્ધ Deakin યુનિવર્સિટી ગાંધીનગરના GIFT સિટીમાં તેનું કેમ્પસ ખોલશે તેવી જાહેરાત આજે અમદાવાદ ખાતે કરી. ઉદ્યોગજગતને પ્રશિક્ષિત મેનપાવર ઉપલબ્ધ બનાવવાના લક્ષ્યને સાકાર કરવામાં આ કેમ્પસ મહત્વની ભૂમિકા ભજવશે. pic.twitter.com/iLVnohdrUK
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 8, 2023
ADVERTISEMENT