PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, રાજકોટને મળશે ઈન્ટરનેશનલ એરપોર્ટ, મલ્ટીલેયર ફ્લાય ઓવર

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અહીં તેઓ 2030 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં રાજકોટમાં ગુજરાતનું ચોથું ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના લિંક-3, રાજકોટમાં પહેલા મલ્ટીલેયર ફ્લાય ઓવરબ્રિજનું ઉદ્ઘાટન, વોટર ટ્રિટમેન્ટ અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન અને લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરશે.

PMની સુરક્ષામાં 3000 પોલીસજવાનો
આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી. જે મુજબ PM મોદીના હીરાસર એરપોર્ટ અને સભા એમ બે કાર્યક્રમ યોજાશે. PMના કાર્યક્રમને લઈને કુ 3 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશ. જેમાં એક પોલીસ કમિશનર, 4 DCP, 5 SP, 18 ACP બંદોબસ્તમાં રહેશે.

રાજકોટમાં PMના કાર્યક્રમ
PM મોદી આજે બપોરે રાજકોટ પહોંચશે અને પહેલા નવનિર્મિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમની ફ્લાઈટ લેન્ડ થશે. એરપોર્ટ પણ તેનું ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે. એરપોર્ટ પર લોકાર્પણ કરશે. રાજકોટના આ ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણમાં આશરે 1500 કરોડનો ખર્ચ કરાય છે અને તેનો રનવે 3000મીટર લાંબો છે, જેથી ભવિષ્યમાં અહીં મોટા વિમાનો પણ ઉતરી શકશે. તેઓ ત્યાંથી જ ફ્લાઈટમાં બેસીને રાજકોટ ડોમેસ્ટિક એરપોર્ટ પર પહોંચશે અને બાદમાં રેસકોર્સ સભા સ્થળે પહોંચશે. સભામાં 1 લાખ લોકો ઉમટવાનો અંદાજ છે, અહીં PM મોદી મલ્ટિલેવલ ઓવરબ્રિજના લોકાર્પણ, સૌની યોજના લિંક-3 સહિતના અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.

ADVERTISEMENT

28મીએ ગાંધીનગરમાં PMના કાર્યક્રમ
આ બાદ 28મી તારીખે PM મોદી ગાંધીનગર સર્કિટ હાઉસમાં ભાજપ સરકારના મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદો અને ભાજપના મહત્વના પદાધિકારીઓ સાથે બપોરનું ભોજન કરશે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં બપોરના ભોજપ માટેની રાઉન્ડ ટેબલની વ્યવસ્થાથી માંડીને અન્ય સુવિધાઓ પણ કરવામાં આવી છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT