Vibrant Gujarat: PM Modi આજથી ગુજરાતના પ્રવાસે, વાઈબ્રન્ટ સમિટનું કરશે ઉદ્ઘાટન; જાણો સમગ્ર કાર્યક્રમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી એટલે કે 8થી 10 જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ વૈશ્વિક નેતાઓ અને ટોચની વૈશ્વિક કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ (CEO) સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. સાથે જ પીએમ મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 (VGGS)નું પણ ઉદ્ઘાટન કરશે.

PM મોદી આજથી ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન કાર્યાલય (PMO)એ જણાવ્યું કે, ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે. આ વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો ભાગ લઈ રહ્યા છે.

આજે રાત્રે આવશે અમદાવાદ

વધુમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય, ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં રોકાણની તકોને પ્રદર્શિત કરવા માટે વાઈબ્રન્ટ ગુજરાત મંચનો ઉપયોગ કરશે. મળતી માહિતી મુજબ, 8મી જાન્યુઆરીની રાત્રીએ વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. રાત્રીના 8 કલાકે એરપોર્ટ પર પહોંચી સીધા જ રાજભવન પહોંચશે. જ્યાં વડાપ્રધાન મોદી રાત્રી રોકાણ કરશે.

ADVERTISEMENT

વૈશ્વિક નેતાઓ સાથે કરશે બેઠક

ત્યારબાદ બીજા દિવસ સવારે 10 કલાકે વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર પહોંચશે, જ્યાં તેઓ વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ પછી તેઓ ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે. બપોરે ત્રણ કલાકે હેલિપેડ ગ્રાઉન્ડની મુલાકાત લેશે અને ટ્રેડ શૉનું ઉદ્ઘાટન કરશે.

આવતીકાલે સાંજે યોજાશે રોડ શૉ

સાંજે પીએમ મોદી UAEના વડા સાથે રોડ શૉ કરશે. ગાંધી આશ્રમથી બંને મહાનુભાવો હોટેલ લીલા જશે. પીએમ મોદી 10 જાન્યુઆરીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતનો પ્રારંભ કરાવશે. જે બાદ મોડી સાંજે દિલ્હી જવા રવાના થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT