PM મોદીએ GMDC ગ્રાઉન્ડમાં માતાજીની આરતી ઉતારી, ગરબા નિહાળ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : વડાપ્રધાન મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે. જેના ત્રીજા તબક્કાના બીજા પડાવમાં તેઓ GMDC ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં સુરત અને બીજા તબક્કામાં ભાવનગર બાદ ત્રીજા તબક્કાના પ્રથમ પડાવમાં તેઓ રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદ્ધાટન કર્યા બાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી પણ જોડાયા હતા. બંન્નેએ માતાજીની આરતી ઉતારી હતી. ત્યાર બાદ ગરબા નિહાળ્યા હતા.

નવરાત્રીમાં પીએમ મોદી ખુબ જ આકરા ઉપવાસ કરે છે
અત્રે ઉલ્લેખનીય છેકે, પીએમ મોદી નવરાત્રીનું વિશેષ મહત્વ છે. તેઓ માતાજીના ખુબ જ મોટા ભક્ત છે. તેઓ નવરાત્રી માત્ર પાણી અને લીંબુ શરબત પર કરે છે. તેઓ આટલા વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ આવા આકરા ઉપવાસ કરે છે. 9 દિવસ સુધી માત્ર લીંબુ પાણી અને પાણી પર જ તેઓ રહે છે. આ ઉપરાંત આટલા ઉપવાસ છતા પણ તેમની શક્તિ, જોશ કે ઉત્સાહમાં જરા પણ ફેરફાર નથી આવતો. તેઓ સામાન્ય દિવસોમાં જેટલા ચુસ્ત દુરસ્ત હોય તેટલા જ ચુસ્ત દુરસ્ત રહે છે.

ADVERTISEMENT

યોગ અને આદ્યાત્મ તરફ વિશેષ ઝુકાવ
માતાજીની નવરાત્રીમાં તેઓ વિશેષ પુજા કરે છે. સવારે વહેલા ઉઠીને વિશેષ પુજા પણ કરે છે. તેઓ જ્યારે સામાન્ય કાર્યકર્તા હતા ત્યારથી તેમનો આ ક્રમ છે અને તે આટલા વર્ષોએ આટલા વ્યસ્ત કાર્યક્રમ છતા પણ તેમણે જાળવી રાખ્યો છે. યોગ અને આધ્યાત્મ ક્ષેત્રે તેમનો ખાસ ઝુકાવ છે.

    follow whatsapp

    ADVERTISEMENT