PM મોદી દિલ્હી જવા માટે રવાના, ચિંતાની કોઇ જરૂર નથી હીરા બા ઝડપથી રિકવર થઇ રહ્યા છે
અમદાવાદ : હીરા બાની તબિયત કથળતા તેમને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓને કફ થવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. હાલ…
ADVERTISEMENT
અમદાવાદ : હીરા બાની તબિયત કથળતા તેમને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓને કફ થવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. હાલ પીએમ પણ દિલ્હીથી અમદાવાદ આવવા માટે રવાના થઇ ચુક્યાં છે. આ ઉપરાંત મુખ્યમંત્રીથી માંડીને આરોગ્ય મંત્રી, ધારાસભ્યો, ગુજરાતના મુખ્યસચિવ સહિતનો સ્ટાફ યુ.એન મહેતા હોસ્પિટલમાં હાજર છે.
હીરા બાની તબીયત નાદુરસ્તઃ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું, સ્વાસ્થ્ય લાબની કામના કરીએ છીએ
PM મોદીને ડોક્ટર્સે હીરાબાના સ્વાસ્થય અંગે આપી માહિતી
જો કે પીએમ મોદી પોતે પણ ડોક્ટર્સ સાથે મુલાકાત કરી હતી અને હીરાબાના સ્વાસ્થય અંગે માહિતી મેળવી હતી. જેમાં ડોક્ટર્સ દ્વારા તેમની તબિયત સારી હોવાની અને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી ગઇ હોવાના કારણે તેઓ ઝડપથી રિકવર થઇ રહ્યા હોવાની માહિતી મળી રહી છે. તેઓના સ્વાસ્થયમાં ખુબ જ ઝડપથી સુધારો થઇ રહ્યો છે. તેઓ રિકવર પણ ખુબ જ ઝડપથી થઇ રહ્યા છે.
હીરા બા ઝડપથી થઇ રહ્યા છે રિકવર, 6 નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ કરી રહી છે સારવાર
હીરા બાની તબિયત ખુબ જ સારી ચિંતાની જરૂર નથી, PM દિલ્હી જવા રવાના: જુગલજી ઠાકોર
જો કે માતાની તબિયત સારી હોવાનું ડોક્ટર્સે જણાવતા પીએ મોદી દિલ્હી જવા રવાના થયા હતા. પીએમ મોદીના ગયા બાદ જુગલજી ઠાકોર સહિત અને નેતાઓએ પત્રકારો સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, હવે ચિંતા કરવાની જરૂર નથી. હીરા બાની તબિયત ખુબ જ સારી છે. તેઓ ઝડપથી રિકવર પણ થઇ રહ્યા છે. માતાને જોયા બાદ પીએમને હાશકારો થયો હતો. તેઓ ઝડપથી સ્વસ્થ થઇ રહ્યાની માહિતી મળતા તેઓ યુએન મહેતા હોસ્પિટલથી જ પરત દિલ્હી જવા માટે રવાના થયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT