PM મોદીએ 42 હજારથી વધુ આવાસોનું કર્યું લોકાર્પણ, ભૂપેન્દ્ર પટેલ સરકારના કર્યા વખાણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસ પોતાના વતન ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે કરોડોના વિવિધ વિકાસ કર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આજે 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલા 42 હજાર આવાસોનું લોકાર્પણ કરાવ્યું છે.

આજે મહાત્મા મંદિર ખાતે આયોજિત અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું છે. PM મોદી આવાસનું લોકાર્પણ કરી લાભાર્થી સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. સુરતમાં વિવિધ 5 સ્થળોએ આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ બનાવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવાસ મેળવનારને શુભકામનાઓ પાઠવી હતી.

ભાજપ માટે દેશનો વિકાસ એ કન્વિક્શન અને કમિટમેન્ટ છે
આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જે લોકોને તેમનું પાક્કુ ઘર મળ્યું છે તેમને હું ખુબજ શુભેચ્છા પાઠવું છું. ભાજપ માટે દેશનો વિકાસ એ કન્વિક્શન અને કમિટમેન્ટ છે.અમારા માટે રાષ્ટ્ર નિર્માણ એક નિરંતર ચાલતો યજ્ઞ છે. ગુજરાતમાં ભાજપની ફરી સરકાર બની તેને થોડાક જ મહિના થયા છે.પરંતુ વિકાસે જે ઝડપ પકડી છે તેને જોઇને આનંદ થાય છે. તાજેતરમાં ગરીબ કલ્યાણ માટે સમર્પિત ગુજરાતનું ત્રણ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓમાં સરકાર નથી ધર્મ જોતી કે નથી જ્ઞાતિ જોતી. પરંતુ બધાને એકસમાન મળે છે. જ્યાં કોઈ ભેદભાવ નહીં ત્યાં જ સાચો સર્વધર્મ સંમભાવ છે.

ADVERTISEMENT

સરકારી આવાસમાં માતા બહેનોના નામ જોડીને લખપતિ બનાવી દીધા
પીએમ મોદીએ કહ્યું કે, અમે સરકારી આવાસમાં માતા બહેનોના નામ જોડીને લખપતિ બનાવી દીધા છે. આવાસોત્સવ લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારની કામગીરીના વખાણ કર્યા હતા.સરકારે ગરબી કલ્યાણ માટે 3 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના 25 લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ આપ્યું છે. 2 લાખ સગર્ભાને માતૃ વંદના હેઠળ સહાય આપવામાં આવી છે. ગુજરાતના હજારો લોકો માટે રોજગારી લાવવાના છીએ. એક સમય હતો કે જીવનની મૂળભૂત સુવિધાઓ માટે દેશના લોકોને દૂર રાખ્યા હતા. ઘણા લોકોએ માની લીધુ હતું કે, હું ઝુપડીમાં જન્મ્યો અને મારી આવનારી પેઢી પણ ઝુપડીમાં જન્મશે. આ સ્થિતિમાંથી દેશ બહાર આવી રહ્યો છે. અમે દરેક ગરીબ સુધી પહોંચી રહ્યા છીએ.

    follow whatsapp

    ADVERTISEMENT