PM મોદી ગુજરાતમાં: મહંત સ્વામી અને માતા હીરાબા સાથે મુલાકાત કરી
અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો બીજો તબક્ક અંતર્ગત 5 ડિસેમ્બર, 2022 ના દિવસે બીજા તબક્કાનું મતદાન થશે. 93 બેઠકો પર આવતીકાલે સવારેમતદાન થવાનું છે. આ…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો બીજો તબક્ક અંતર્ગત 5 ડિસેમ્બર, 2022 ના દિવસે બીજા તબક્કાનું મતદાન થશે. 93 બેઠકો પર આવતીકાલે સવારેમતદાન થવાનું છે. આ તબક્કામાં વડાપ્રધાન મોદીનું પણ મતદાન હોવાથી તેઓ આજે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ પહેલા મહંતસ્વામીના આશિર્વાદ લીધા હતા. ત્યાર બાદ તેઓ પોતાના માતા હીરા બાના દર્શન માટે ગાંધીનગર પહોંચ્યા હતા.
માતા હીરાબા સાથે મુલાકાત કરી
હીરાબાને મળવા માટે તેઓ ભાઇના નિવાસ સ્થાન વૃંદાવન -2 બંગ્લોઝમાં મળવા માટે પહોંચ્યા હતા. અહીંથી તેઓ સીધા જ કમલમ જવા માટે રવાના થયા હતા. અહીં તેઓ મતદાન પહેલાની અંતિમ તૈયારીઓ અંગે માહિતી મેળવશે અને માર્ગદર્શન આપશે. આવતીકાલે સવારે તેઓ 8.30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભા વિસ્તારમાં આવેલી રાણીપની નિશાન સ્કુલમાં મતદાન કરવા માટે પહોંચશે.
નિશાન સ્કુલ ખાતે બંદોબસ્ત ગોઠવ્યો
પીએમ મતદાન કરવા માટે આવવાના હોવાને કારણે નિશાન સ્કુલ ખાતે તમામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસપીજી દ્વારા અને શહેર પોલીસ દ્વારા પણ કડક સુરક્ષા ઘેરો તૈયાર કરવામાં આવ્યો છે. નિશાંત સ્કુલ પર સમગ્ર રાષ્ટ્રના મીડિયાની નજર પણ રહેવાની હોવાથી શાળા અને મતદાનમાં કોઇ કચાશ ન રહે તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT