નવા-જૂનીના એંધાણ? રાજભવનમાં PM મોદીની સરકાર-સંગઠન સાથે મહત્વપૂર્ણ બેઠક, CM-પાટીલ હાજર

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુર્ગેશ મહેતા/ ગાંધીનગર: PM નરેન્દ્ર મોદી ગઈકાલ સાંજથી ગુજરાત પ્રવાસે છે. આજે સવારે તેમણે અમદાવાદના NAMO સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયન PM સાથે ટેસ્ટ મેચનો પ્રારંભ કરાવ્યો હતો. આ બાદ તઓ રાજભવન પરત ફર્યા હતા. ત્યારે હવે PM મોદીની હાજરીમાં ગુજરાત સરકાર અને સંગઠનની મહત્વની બેઠક હાલમાં યોજાઈ રહી છે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર તથા હર્ષ સંઘવી રાજભવન ખાતે પહોંચી ગયા છે.

આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
ગુજરાતમાં નવી સરકારની રચના બાદ પહેલી વખત સંગઠન અને સરકારની આ સંયુક્ત બેઠક PM મોદી લઈ રહ્યા છે. જેમાં આગામી 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ સંદર્ભ સમીક્ષા કરવામાં આવી શકે છે. આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો ટાર્ગેટ પૂર્ણ બહુમતિ સાથે ફરીથી સરકાર બનાવવાનો છે. આ માટે ગુજરાતની તમામ 26માંથી 26 બેઠક ફરી એકવાર ભાજપને મળે તે મહત્વપૂર્ણ છે. એવામાં ચૂંટણીને લઈને રણનીતિ પર PM ચર્ચા કરી શકે છે. આ સાથે જ બોર્ડ-નિગમમાં નિયુક્તિ, સરકારના મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરબદલ સંદર્ભે ચર્ચા થઈ શકે છે. પીએમ નરેન્દ્ર મોદી બેઠક બાદ બપોરે 2.35 કલાકે રાજભવનથી એરપોર્ટ જવા રવાના થશે.

આ પણ વાંચો: એક સેલ્ફી થઈ જાય… NAMO સ્ટેડિયમમાં મેચ જોતા ઓસ્ટ્રેલિયન PMએ PM મોદી સાથે સેલ્ફી ખેંચી

ADVERTISEMENT

સવારે અમદાવાદમાં ટેસ્ટ મેચ નિહાળી
નોંધનીય છે કે, આ પહેલા આજે સવારે PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM એન્થની આલ્બનીઝ અમદાવાદ પહોંચ્યા હતા જ્યાં તેમણે NAMO સ્ટેડિયમમાં સાથે બેસીને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ નિહાળી હતી. બંને દેશના PMએ ટીમના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી અને દર્શકોનું પણ અભિવાદન કર્યું હતું અને 10 વાગ્યા સુધી સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT