હિન્દુ મુસ્લિમ બાદ આજથી રાજકારણમાં આતંકવાદના મુદ્દાની એન્ટ્રીઃ PM મોદીએ કરી આ વાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: ગુજરાત વિધાનસભાના મતદાનને આડે હવે માત્ર 3 દિવસ જ બાકી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને તમામ નેતાઓ ગુજરાતમાં આતંકવાદ અને સુરક્ષાના મામલાને લઈને મતદારોને આકર્ષવાના પ્રયત્નો કરી રહ્યા છે. આજે વડાપ્રધાને ખેડામાં જ્યાં આતંકવાદીઓને પંપાળતા પક્ષો અંગે વાત કરી હતી ત્યાં હવે રવિવારની સાંજે સુરતમાં પણ આતંકવાદ અને અમદાવાદ-સુરતના સિરિયલ બોમ્બબ્લાસ્ટ અંગે વાત કરી હતી.

સુરતમાં વડાપ્રધાને કહ્યું કે,
ગમે તેટલા રૂપિયા હોય પણ છોકરો ઘરે પાછો ન આવે તો શું કામનું ભઈલા… સુરત સામે હું મહત્વની વાત કરું છું, મુદ્દો છે રાષ્ટ્રીય સુરક્ષાનો, અહીની જે નવી પેઢી છે તેણે સુરતમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ નથી જોયા. અહીંની પેઢીએ અમદાવાદના બ્લાસ્ટ નથી જોયા. હું પોતાના યુવાનોને, સુરતના લોકોને આવા લોકોથી સતર્ક કરવા માગું છું કે જે આતંકવાદના હિતેષી છે. દિલ્હીમાં બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું હતું. તેમાં ખતરનાક આતંકીઓ માર્યા ગયા હતા. તેમાં જાંબાજ પોલીસ અધિકારીઓ શહીદ થયા હતા. કોંગ્રેસના નેતાઓએ બાટલા હાઉસ એન્કાઉન્ટર પર જ સવાલ ઊભા કર્યા હતા. વોટ બેન્કના ભુખ્યા બીજા ઘણા દળ આજે પણ બાટલા હાઉસ એન્કાઉન્ટરને નકલી કહેવાના પાપ કરી રહ્યા છે. સત્તા માટે તૃષ્ટીકરણની વાત કરી રહેલા આ દળ આતંકવાદી ઘટના વખતે ચુપ થઈ જાય છે. તે દળો ગુજરાત, સુરતને આતંકવાદથી સુરક્ષીત નહીં કરી શકે. તેનો મોટો શિકાર વેપાર, કારોબાર રહેશે. જ્યાં આતંકવાદ હશે ત્યાં બધુ જ તબાહ થઈ જશે. બહુ મુશ્કેલીથી દિલ, દિમાગથી મારી વાત સમજવાની વાત કરજો, અમે આ મુશ્કેલીઓથી બહાર કાઢ્યા છે.

તેમણે ખેડામાં કહ્યું હતું કે,
રવિવારે બપોરે ખેડામાં વડાપ્રધાને કહ્યું હતું કે, મને 14 વર્ષ પહેલા થયેલા દેશ પર થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલાની યાદ આવી રહ્યા છે. પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ જે પ્રકારે મુંબઇ પર હુમલો કર્યો હતો. તે ચાલી રહ્યો હતો. કાલે દેશ અને દુનિયાએ 26 નવેમ્બરે આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી. મુંબઇમાં જે થયું તે આતંકવાદની પરાકાષ્ઠતા હતી. ગુજરાત પણ લાંબા સમય સુધી આતંકવાદીઓના નિશાન પર રહ્યા હતા. સુરત હોય કે અમદાવાદ સીરિયલ બ્લાસ્ટમાં અનેક ગુજરાતીઓ ગુમાવ્યા છે. કેટલાક મહિના પહેલા અમદાવાદ કોર્ટે આ તમામ ગુનેગારોને ગંભીર સજા ફટકારી છે.

ADVERTISEMENT

ગુજરાત ઇચ્છતું હતું કે, આતંકવાદનો આ ખેલ ખતમ થવો જોઇએ. ભાજપ સરકારે ગુજરાતમાં આતંકવાદીઓના સ્લીપર સેલ પર ખુબ જ બારિકીથી કાર્યવાહી કરી. અમે ગુજરાતમાં આતંકવાદીઓને પકડતા હતા. તેમના પર કાર્યવાહી કરતા હતા. જો કે કોઇ ભુલી નથી શકતું કે કઇ રીતે દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર આતંકવાદીઓને છોડાવવા માટે પોતાની તમામ તાકાત કામે લગાડતી હતી. અમે કહેતા રહ્યા કે આતંકવાદને ટાર્ગેટ કરો પરંતુ તેઓ આતંકને નહી મોદીને ટાર્ગેટ કરતા રહ્યા. પરિણામે આતંકવાદીઓના આત્મવિશ્વાસ વધતો રહ્યો. દેશના દરેક મોટા શહેરોમાં આતંકવાદીઓ બેખોફ બન્યા. દિલ્હીમાં જ્યારે બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું તો કોંગ્રેસના નેતાઓ આતંકવાદીઓના સમર્થનમાં રડવા લાગ્યા હતા.

કોંગ્રેસ આતંકવાદને પણ વોટબેંકની નજરે જુએ છે. તૃષ્ટીકરણની દ્રષ્ટીએ જુએ છે. માત્ર કોંગ્રેસ જ નથી હવે તો અનેક પ્રકારના આવા દલ પેદા થયા છે. આ દળો પણ શોર્ટકટની રાજનિતિમાં વિશ્વાસ રાખે છે. તેમને સત્તાની ભુખ પણ છે. વોટબેંકની પોલિટિક્સમાં તેઓ રસ દર્શાવી રહ્યા છે. કેટલાક ચોક્કસ લોકોને ખરાબ ન લાગે તે માટે તેઓ ભયંકરથી ભયંકર આતંકવાદી ઘટનાઓ છતા પણ તૃષ્ટીકરણની રાજનીતિ કરનારા તમામ દળ તેમના મોઢા પર તાળુ વાગી જાય છે. એટલું જ નહી કોર્ટની અંદર કેસ ચાલે છે ત્યારે પાછલા દરવાજેથી તેમને જ મળેલા લોકો આતંકવાદીઓની પેરવી કરવા માટે કોર્ટના દરવાજા સુધી પહોંચી જાય છે. આવા દળોથી ગુજરાત અને દેશના નાગરિકોએ સતર્ક રહેવાની જરૂર છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT