ગુજરાતની ઐતિહાસિક જીત બાદ નરેન્દ્ર મોદીના ચાબખા
નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક જીત હાંસલ થઈ છે. તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે પાર્ટીના કાર્યકરો અને લોકોને સંબોધન…
ADVERTISEMENT
નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક જીત હાંસલ થઈ છે. તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે પાર્ટીના કાર્યકરો અને લોકોને સંબોધન કર્યું હતું. તેમણે આ દરમિયાન તમામનો આભાર માન્યો હતો. સાથે જ પોતાની આગવી છટા પ્રમાણે શબ્દબાણ પણ ચલાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 2002 પછી મારા પર ખાસ કરીને ભાગ્યે જ મારા જીવનનો કોઈ એવો સમય નહીં રહ્યો હોય કે જેમાં કોઈ પગલાઓના ધજાગરા ન ઉડાવાયા હોય, જેની આલોચના ન કરાઈ હોય.
અત્યાચાર વધવાનો છે, બધા પર વધશે, આપણે સહન કરવાની તાકાત વધારવાની છેઃ મોદી
તેમણે કહ્યું કે, વર્ષ 2002 પછી ખાસ કરીને હું માનું છું કે, કદાચ જ મારા જીવનની એવી કોઈ ક્ષણ નહીં હોય, કોઈ પગલું એવું નહીં રહ્યું હોય જેના ધજાગરા ઉડાવાયા નથી, જેની આલોચના કરાઈ ન હોય. પરંતુ મને તેનો ફાયદો ઘણો થયો કારણ કે હું હંમેશા સતર્ક રહ્યો, ખોટી પ્રવૃત્તિઓથી શીખતો રહ્યો, સકારાત્મક બદલાવ લાવતો રહ્યો. આલોચનાઓ પણ આપણે ઘણી શીખવાડે છે. કઠોરથી કઠોર જુઠાણાંના આરોપો સહન કરવાનું સામર્થ્ય વધારવું પડશે કારણ કે હવે અત્યાાર વધવાનો છે. આપ માનીને ચાલો કે માનીને ચાલો કે મારા પર પણ વધવાનો છે, તમારા બધા પર પણ વધવાનો છે, કારણ કે તેઓ સહન નહીં કરી શકે, પચાવી નહીં શકે. એનો જવાબ એ જ છે કે આપણે પોતાની સહન શક્તિ વધારવાની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT