PM મોદીએ પોતાની સભામાં CM-CR અંગે સ્પષ્ટતા કરતા બંન્નેને થયો હાશકારો
અમદાવાદ : ગુજરાતમાં ટુંક જ સમયમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં તમામ પક્ષો પોતપોતાના ગજા અનુસાર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાતમાં ટુંક જ સમયમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં તમામ પક્ષો પોતપોતાના ગજા અનુસાર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી આક્રમક રીતે આગળ વધી રહી છે. તો બીજી તરફ ભાજપ દ્વારા પણ હવે અધિકારીક રીતે પ્રચારનું બ્યુગલ ફુંકી દેવાયું છે. ગૌરવ યાત્રાથી માંડીને કેન્દ્રીય નેતાઓની મીટિંગો અને જાહેર સભાઓ સહિત ગજવી રહ્યા છે.
વડાપ્રધાને પહેલીવાર સી.આરને ગુજરાત ભાજપના અધ્યક્ષ ગણાવ્યા
જોકે આ તમામ વચ્ચે વડાપ્રધાન મોદીની સભા ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે. જો કે આ વખતે ત્રીદિવસીય પીએમની મુલાકાતમાં તેમણે બે બાબતો અંગે સ્પષ્ટતા કરી દીધી હતી. જેમાં પ્રથમ વસ્તું અગાઉની મુલાકાતો સમયે તેમણે સી.આર પાટીલને સંસદમાં મારા મિત્ર તરીકે જ સંબોધિત કર્યા હતા. જો કે હવે તેઓ સી.આર પાટીલને ગુજરાત ભાજપના અધ્યક્ષ અને સંસદમાં મારા મિત્ર તરીકે સંબોધિત કરે છે. આ સંબોધનથી સી.આર પાટીલને પણ હાશકારો થયો છે. અગાઉ એવી અટકળો પણ આવી હતી કે, પાટિલની તબિયતને ધ્યાને રાખીને તેમને હટાવવામાં આવી શકે છે.
નરેન્દ્ર-ભુપેન્દ્રની સરકાર કહીને મોટો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો
બીજી બાબત છે વડાપ્રધાન મોદી આ વખતે પોતાની દરેક સભામાં ડબલ એન્જિન સરકાર ઉપરાંત વારંવાર નરેન્દ્ર ભુપેન્દ્રની સરકાર શબ્દ પર ભાર આપતા જોવા મળ્યા હતા. જે અગાઉ તેઓ ડબલ એન્જિનની સરકાર જ કહેતા હતા. જેના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે, આ વખતે ચૂંટણીમાં મુખ્યમંત્રી પદનો ચહેરો ભુપેન્દ્ર પટેલ જ છે અને જો સરકાર બને છે તો ભુપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT