PM મોદીનું અમદાવાદમાં આગમન, CMએ કર્યું સ્વાગત, જાણો આજના તમામ કાર્યક્રમો વિશે
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 1 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમનું એરપોર્ટ…
ADVERTISEMENT
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 1 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમનું એરપોર્ટ પર સ્વાગત કરાયું હતું. અહીંથી તેઓ ગાંધીનગર જશે, જ્યાં તેમના 3 કાર્યક્રમો આજે યોજાવાના છે. જેમાં પહેલા ગાંધીનગરના નિઝાનંદ ફાર્મમાં આયોજિત પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે.
1545 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે
આ બાદ મહાત્મા મંદિર ખાતે રાજ્યના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ સાથે PM 1545 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં 78.88 કરોડના કામોનું લોકાર્પણ અને 1466 કરોડના કામોનું ખાતમુહૂર્ત થશે. જેમાં ગોતામાં વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, નરોડા પાટીયાથી ગેલેક્સી સુધી 267 કરોડના ખર્ચે ઓવરબ્રિજ, વાડજ ખાતે 127 કરોડના ખર્ચે ઓવરબ્રિજ, 641 કરોડના ખર્ચે શહેરના રોડ બનાવવાની કામગીરી તથા સત્તાધાર જંક્શન પર ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત થશે.
ગિફ્ટ સિટીમાં વિવિધ કંપનીના CEO સાથે બેઠક
આ બાદ તેઓ રાજભવન જશે અને સરકાર અને સંગઠનના હોદ્દેદારો સાથે બેઠકમાં ભાગ લેશે. બપોરે PM મોદી ગિફ્ટ સિટીમાં વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે. અહીં જ તેઓ વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે પણ બેઠક કરશે. આ દરમિયાન તેઓ ગિફ્ટ સિટીમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT