PM મોદી કમલમ્ પહોંચ્યા: પક્ષના અસંતોષને ખાળવા મુદ્દે સત્તા-સંગઠન સાથે બેઠક

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદથી જ તમામ પક્ષો પ્રચાર પ્રસારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપ તરફથી અમિત શાહ અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાનમાં ઉતર્યા છે. આજે વડાપ્રધાન મોદીએ સભાઓ ગજવ્યા બાદ મોડી સાંજે ગાંધીનગર કમલમ્ પહોંચ્યા હતા.

ગુજરાતમાં વીઆઇપી અવરજવરમાં વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાતમાં વીઆઇપી મુવમેન્ટમાં વધારો થયો છે. કોઇ જિલ્લો એવો નહી હોય કે જ્યાં વીઆઇપી ન હોય. વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ ગુજરાતની મુલાકાતે આવતા રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં સભાને સંબોધ્યા બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ આવી પહોંચ્યા હતા. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના તમામ સરકાર અને સંગઠનના ઉચ્ચ નેતાઓ સાથે બેઠક કરશે. ચૂંટણીને લઈને હાલની સ્થિતિ અંગે પણ ચર્ચા કરશે.

સી.આર પાટીલે આજે 7 નેતાઓને સસ્પેન્ડ કર્યા
ભાજપે દ્વારા આજે જ વિધાનસભા ચૂંટણીમાં બળવો કરનારા નેતાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે બળવો કરી 7 જિલ્લામાં 7 બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનાર 7 નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરીને કડક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપમાંથી ટિકિટ નહી મળતા અપક્ષ ઉમેદવારી કરનાર નર્મદા જિલ્લામાં નાંદોદના હર્ષદ વસાવા, જૂનાગઢ જિલ્લામાં કેશોના અરવિંદ લાડાણી, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના છત્રસિંહ ગુંજારિયા, વલસાડ જિલ્લામાં પારડીના કેતન પટેલ, રાજકોટ જિલ્લાના રાજકોટ ગ્રામ્યના ભરત ચાવડા અને ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળના ઉદય શાહને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે.

ADVERTISEMENT

આંતરિક અસંતોષને ખાળવાના પ્રયાસો પર ચર્ચા થશે
જો કે આ લોકો ખુલીને પક્ષની સામે આવ્યા હતા. જ્યારે જે ખુલીને નથી આવ્યા તે લોકો પણ પક્ષને ભારે નુકસાન પહોચાડી શકે છે. જો કે પીએમ મોદી આજે આ જ મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ ઉપરાંત કેટલાક અસંતુષ્ટ નેતાઓ અને અસંતુષ્ટ કાર્યકરોને ડામવા માટે પણ ચર્ચા કરી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT