રિવાબાના આ કાર્યની વડાપ્રધાન મોદીએ પત્ર લખીને પ્રશંસા કરી, રવિન્દ્ર જાડેજાએ શેર કર્યો પત્ર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજાએ દીકરી નિધ્યાનાબાના 5મા જન્મદિવસની ખાસ ઉજવણી કરી હતી. તેમણે 101 દીકરીઓના પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ ખોલાવ્યા હતા અને દરેક એકાઉન્ટમાં રૂ.11-11 હજારની ડિપોઝીટ ભરી હતી. હવે તેમના આ સેવાના કાર્યની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી છે. PM મોદીએ રિવાબાને સંબોધીને એક પત્ર લખીને પ્રશંસા કરી છે.

રિવાબાના સેવા કાર્યથી વડાપ્રધાન થયા ખુશ
વડાપ્રધાને પત્રમાં લખ્યું છે કે, ‘શ્રીમતી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા, 101 દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવવાના તમામ કાર્ય વિશે જાણીને ખૂબ જ આનંદ થયો. તમારી દીકરી નિધ્યાનાબાના 5મા જન્મદિવસ પર દરેક ખાતામાં પૈસા જમા કરાવવાના સામાજિક સેવાનું કામ પ્રશંસનીય છે.’ આ સાથે જ વડાપ્રધાને ભવિષ્યમાં પણ આ પ્રકારના સામાજિક સેવાના કાર્યો ચાલુ રાખવા માટે જણાવ્યું હતું. આવા પ્રયાસોથી સમાજમાં સકારાત્મક મેસેજ જશે અને દરેકને પ્રેરણા પણ મળશે.

ADVERTISEMENT

રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને શેર કર્યો પત્ર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વડાપ્રધાનનો પત્ર ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે. રિવાબા પહેલાથી સામાજિક સેવાના કાર્યોમાં હંમેશા આગળ રહ્યા છે. આ પહેલા તેમણે દીકરીઓને સોનાના ખડગ બનાવી ભેટમાં આપ્યા હતા.

ADVERTISEMENT

એશિયા કપની ટીમમાં રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો હાલમાં તેણે ઈંગ્લેન્ડના પ્રવાસમાં ટીમ ઈન્ડિયા માટે સારું પરફોર્મ કર્યું હતું. હવે આગામી સમયમાં એશિયા કપ માટેની ટીમમાં પણ તેની પસંદગી કરાઈ છે. એવામાં એશિયા કપમાં તેનાથી સારા ઓલરાઉન્ડ પ્રદર્શનની આશા હશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT