સમાચારની વાત હોય ત્યારે PM મોદીની પહેલી પસંદ ‘ગુજરાત તક’, જાણો કેમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

PM Modi Shared a Video Of Gujarat Tak: ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડ તાજેતરમાં ગુજરાતના મહેમાન બન્યા હતા. પોતાના કાર્યક્રમ દરમિયાન તેઓએ દ્વારકા અને સોમનાથની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત રાજકોટમાં નવનિર્મિત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ બિલ્ડિગનું લોકાર્પણ કર્યું હતું. જોકે, સૌથી રોચક વાત રહી હતી કે ચીફ જસ્ટિસ પણ રંગીલા રાજકોટના દિવાના બન્યા હતા. આ દરમિયાન ચીફ જસ્ટિસે પોતાના સંબોધનની શરૂઆત જ ગુજરાતીથી કરી હતી. ચીફ જસ્ટિસે પોતાનું સંબોધન જયશ્રી કૃષ્ણ સાથે શરૂ કર્યું હતું. પ્રારંભિક સંબોધન પણ ગુજરાતીમાં કર્યું હતું.

PM મોદીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

રાજકોટ પ્રવાસ દરમિયાન ચીફ જસ્ટિસ દ્વારા ગુજરાતી ભાષામાં સંબોધન કરવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની નોંધ લીધી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય ચંદ્રચુડનો ગુજરાતી ભાષાના સંબોધનનો વીડિયો ‘Gujarat Tak’એ અપલોડ કર્યો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ‘Gujarat Tak’ના આ વીડિયોને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે.

ADVERTISEMENT

મુખ્ય ન્યાયાધીશ રાજકોટને સારી રીતે સમજી ગયા: PM

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર વીડિયો શેર કરતા લખ્યું છે કે, ‘આપણી સર્વોચ્ચ અદાલતના આદરણીય મુખ્ય ન્યાયાધીશ રાજકોટને સારી રીતે સમજી ગયા છે! ગુજરાતીમાં બોલવાનો અને લોકો સાથે જોડાવાનો તેમનો આ સરાહનીય પ્રયાસ…’

ADVERTISEMENT

ADVERTISEMENT

‘Gujarat Tak’ PM મોદી માટે સમાચારનું બન્યું પ્રથમ સ્ત્રોત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘ગુજરાત તક’ના વીડિયોને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. જેથી એવું કહી શકાય છે કે ‘ગુજરાત તક’ વડાપ્રધાન માટે સમાચાર અને માહિતીનું પ્રથમ સ્ત્રોત બન્યું છે.

 

    follow whatsapp

    ADVERTISEMENT