જુનાગઢઃ પ્લાસ્ટિક બેગના બદલામાં આપે છે ઈકો ફ્રેન્ડલી બેગ… પરિક્રમામાં જ્ઞાન જ્યોત પ્રગટાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી.જુનાગઢ:જૂનાગઢમાં એક સંસ્થાના સભ્યો એક અનોખું અભિયાન ચલાવી રહ્યા છે પ્રકૃતિને બચાવવા માટેનો તેમનો  આ પ્રયાસ જાણે લીલી પરિક્રમા દરમિયાન એક જ્ઞાન જ્યોત બનીને સામે આવ્યો હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. તેઓ અહીં પ્લાસ્ટિકની બેગના બદલામાં ઇકો ફ્રેન્ડલી બેગ આપે છે. અત્યાર સુધી એક-બે નહીં 5 લાખથી પ્લાસ્ટિક બેગ બદલવામાં તેઓ સફળ રહ્યા છે, આવો વધુ જાણીએ આ પ્રકૃતિ બચાવો યજ્ઞાહુતિ અંગે.

પ્લાસ્ટિકની લાઈફ 1000 વર્ષ
ગિરનાર પરિક્રમામાં લાખો લોકોની જનમેદની ઉમટી પડતી હોય છે. આ દરમિયાન જ્યાં ત્યાં કચરો ફેંકવો ઉપરાંત પ્લાસ્ટિગ બેગ્સ, બોટલ્સ વગેરે જેવી પર્યાવરણને નુકસાન કરતી વસ્તુઓને કારણે જીવ સૃષ્ટીને ઘણા નુકસાન થાય છે. પ્લાસ્ટીક 1000થી વર્ષ સુધી સડતું નથી. જેના કારણે પ્રકૃત્તિને ઘણું નુકસાન થાય છે, પુર આવવાથી લઈ જમીન બંજર થઈ જવા જેવી સ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે. જૂનાગઢની બહાઉદ્દીન સાયન્સ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા ડોકટર ચિરાગ અને એમની પ્રકૃતિ મિત્ર સંસ્થાના 150 સભ્યો મળી ગિરનાર પરિક્રમા મેળા દરમિયાન અનોખું અભિયાન ચલાવી પર્યાવરણ સુરક્ષાની જવાબદારી નિભાવી લોકોને જાગૃત કરી રહ્યા છે.

સતત પાંચ દિવસ સુધી ખડે પગે છીએઃ ડો. ચિરાગ
ડોકટર ચિરાગ કહે છે કે છેલ્લા નવ વર્ષથી અમે આ અનોખુ અભિયાન ચલાવી રહ્યા છે ગિરનાર પરિક્રમા દરમિયાન પરિક્રમાના રૂટના પ્રવેશદ્વાર રૂપાયતન પાસે અને સતત પાંચ દિવસ સુધી ખડે પગેથી દરેક યાત્રિઓના બેગ તપાસી એમાંથી પ્લાસ્ટિક બેગ કાઢી લઈએ છીએ અને બદલામાં આપીએ છીએ ઇકો ફ્રેન્ડલી બેગ.

ADVERTISEMENT

શાપરના ઉદ્યોગપતિ પહોંચાડે છે તેઓ સુધી બેગ
એમને આ બેગ દર વર્ષે શાપર વેરાવળના ઉદ્યોગપતિ રાજુભાઈ દોશી પહોંચાડે છે અને યાત્રિઓને પર્યાવરણ જાગૃતિ લાવવા અને ગિરનારની પ્રકૃતિ જાળવી રાખવા આ અનોખું અભિયાન ચલાવી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દર વર્ષે 2 થી 3 ટન પ્લાસ્ટિક એકઠું થાય છે. જો આ જંગલમાં ફેંકાય તો પ્રકૃતિને કેટલું નુકસાન થાય.

ADVERTISEMENT

પ્લાસ્ટિકમાંથી રોડ બનાવવા મનપાને આપે છે બેગ
ડોકટર ચિરાગ સાથે તેમના વિદ્યાર્થીઓ, નામાંકીત ડોક્ટર્સ, વકીલો, સમાજના સેવકો તમામ આ કાર્યમાં જોડાયા છે. 24 કલાક પર્યાવરણ બચાવવાની ઝુંબેશ ચલાવતા આ વોલન્ટિયરસનું કાર્ય પ્રશંસાને પાત્ર છે. વિભાકર જાની કહે છે અમે એકઠું કરેલું પ્લાસ્ટિક બીજે ફેંકવા કરતા મનપાને આપીએ છીએ તેઓ આ પ્લાસ્ટિકમાંથી રોડ બનાવે છે.

ADVERTISEMENT

પ્લાસ્ટિક મુક્ત જંગલ અભિયાનમાં સહકારની વિનંતી
ડૉ. તનવી કાચા જે પ્રથમ વખત જ જોડાય છે આ ગ્રુપ સાથે તે કહે છે આપને એક દિવસ જ નહીં પણ 365 દિવસ પ્લાસ્ટિકથી દૂર રહેવાનું શીખવાની જરૂર છે. ગિરનારમાં પર્યાવરણ બચાવવુંએ આપણી જિમ્મેદારી છે. માત્ર ગિરનાર જ નહીં આપનું શહેર પણ પ્લાસ્ટિક મુક્ત થાય એવા પ્રયત્નો કરવા જરૂરી છે. ડોકટર ચિરાગ અને તેમની આ ટીમનું આ અનોખું અભિયાન લોકો ને જાગૃત કરે અને પ્લાસ્ટિક મુક્ત જંગલ અભિયાન ધ્યેય સરાહનીય છે.

    follow whatsapp

    ADVERTISEMENT