વડોદરાઃ નકામા પ્લાસ્ટિકમાંથી બને છે પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણ, વાહનમાં વાપરી જોયું તો એવરેજ પણ સરખી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ સામાન્યતઃ આપણે સહુ જાણીએ છીએ કે પ્લાસ્ટીકથી પર્યાવરણને કેટલું નુકસાન છે, જોકે તેના સરળ અને ઓછા ખર્ચાળ ઉપયોગને કારણે આપણે ન છૂટકે પણ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા રહીએ છીએ. જોકે બજારમાં એવી ઘણી બધી પ્રોડક્ટ્સ મળી રહી છે જે પ્લાસ્ટીકનો એક સારો ઓપશન બની શકે છે. ખેર હાલ આપણે તેના એક સદઉપયોગની વાત કરી રહ્યા છીએ અને તે પણ આપણા ભારતમાં, આપણા ગુજરાતમાં, આપણા વડોદરામાં. વડોદરાની રેલવે યુનિવર્સિટી દ્વારા લેબમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને પ્લાસ્ટોફ્યૂલ બનાવવામાં આવે છે. તો આવો જાણીએ તેની વધુ રસપ્રદ માહિતીઓ.

પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણો માટે ભારત પગભર થઈ શકે
વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં રેલવે યુનિવર્સિટી આવેલી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ, ડીઝલ, ગેસ જેવા ઘણા ઈંધણ અહીં બનાવવામાં આવે છે. છેલ્લે જે રખ્યા વધે છે તેનો ઉપયોગ પણ રોડ રસ્તા બનાવવામાં અને તેના સમારકામમાં કરી શકાય છે. અહીંના ટેક્નિશિયન અજય કુમારનું કહેવું છે કે, ઈંધણના ભાવ આસમાને છે, તેનો વિકલ્પ રેલવે યુનિવર્સિટીના રિસર્ચમાં શોધી કઢાયો છે. પ્લાસ્ટિકના કારણે જ્યાં પ્રદૂષણ થાય છે, કચરાના તો અહીં ડુંગર બનતા જાય છે અને આ માત્ર વડોદરા, ગુજરાત કે ભારતની જ સમસ્યા નથી આ સમગ્ર વિશ્વ માટે સમસ્યા બનતી જાય છે અને તેના કારણે નુકસાન પણ ઘણું થઈ રહ્યું છે. પ્રકૃતિ અને મરિન લાઈફને પણ તેની ઘણી અસર પડી રહી છે. આ તરફ તે પ્લાસ્ટિકનો નાશ કેવી રીતે કરવો તેના પર સતત મથામણ ચાલી રહી છે ત્યારે વડોદરાની આ યુનિવર્સિટીએ તેમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ગેસ જેવા ઈંધણો કાઢીને ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ જેવા ઈંધણ માટે ભારત પગભર થઈ શકે તેવું કામ કર્યું છે.

ADVERTISEMENT

વડોદરામાં હજુ પણ મોટો પ્લાન્ટ નાખવાની હિલચાર
અહીં લેબોરેટરીમાં રિસર્ચ દરમિયાન સામે આવ્યું કે અલગ અલગ તાપમાન વખતે પ્લાસ્ટિકમાંથી અલગ અલગ ફ્યૂઅલ મળી શકે છે. જોકે અહીં પ્રશ્ન ફ્યૂઅલની ક્વૉલીટીનો પણ આવીને ઊભો થાય છે ત્યારે તેઓ કહે છે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ગેસની શુદ્ધતા કેટલી છે તે પણ લેબમાં સ્થાપેલા મશીનોમાં માપવામાં આવે છે. માર્કેટના ફ્યૂઅલ અને પ્લાસ્ટિક ફ્યૂઅલની ગુણવત્તા એક સમાન કરી શકાય છે. હાલ વડોદરામાં પંડ્યા બ્રિજ પાસે પ્લાસ્ટીગ ફ્યૂઅલ બનાવવાનો પ્લાન્ટ બનાવાયો છે અને તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સારી એવી સફળતા મળશે પછી પાદરામાં પણ રેલવે સ્ટેશન નજીક વડોદરાના પ્લાન્ટ કરતાં પણ ચાર ગણો મોટો પ્લાન્ટ બનાવવામાં આવે તેવી યોજનાઓ ચાલી રહી છે.

વાહનમાં ટેસ્ટિંગ કર્યું તો એવરેજ પણ સરખી આવી
નજીકના સમયમાં તમારા વાહનમાં પણ પ્લાસ્ટિકમાંથી બનેલું પેટ્રોલ વપરાય તો નવાઈ ના પામતા. કારણ કે અહીં વાહનની એવરેજ પણ ચેક કરવામાં આવી. પેટ્રોલ પંપ પર મળતા પેટ્રોલ અને પ્લાસ્ટિકમાંથી બનેલા પેટ્રોલના ટેસ્ટિંગમાં એક જ વાહનમાં ભરીને તપાસ પણ કરાઈ, જોકે આશ્ચર્યજનક રીતે બંનેની એવરેજ પણ સરખી આવી હતી. આ તરફ અન્ય ફ્યૂઅલ જેમકે કેરોસીન પણ રાંધણ ગેસ એટલે કે એલપીજીનો વિકલ્પ બની શકે છે. ખેતીમાં ઘાસ કાપવાના મશીન, ગાર્ડનના ટ્રિમિંગ, મચ્છર ભગાડવા ફોગિંગ મશીન વગેરેમાં કરવામાં આવેલા પ્રયોગ સફળ પણ રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT