VIRAL દારૂપાર્ટી: એક જ એવી પાર્ટી જેમાં તમામ નેતાઓ સાથે બેસે છે
ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. જેના પગલે દરેક પક્ષનાં નેતાઓ પોતપોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના…
ADVERTISEMENT

ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. જેના પગલે દરેક પક્ષનાં નેતાઓ પોતપોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાની રીતે મહેનત કરવા ઉપરાંત પોતાની સરકાર બની રહી હોવાનાં દાવાઓ પણ કરતા રહે છે. જો કે આ તમામ વચ્ચે ગાંધીના ગુજરાતમાં દારૂનો મુદ્દો હંમેશા ચર્ચાનો મુદ્દો રહે છે. નેતાઓ દારૂ મુદ્દે એક બીજા પર પ્રહારો પણ કરતા રહે છે.
વાત જ્યારે રિલેક્સ થવાની આવે ત્યારે નેતાઓ એક થઇ જાય છે
જો કે રાત પડે જ્યારે પ્રચાર પ્રસાર કરીને થાકી જાય ત્યારે રિલેક્સ થવા માટે દારૂ પાર્ટીમાં નેતાઓ પક્ષાપક્ષી ભુલીને એકે સાથે દારૂ પીવે છે. આ નેતાઓ જાહેરમાં ભલે એકબીજા પર આક્ષેપો કરતા હોય પરંતુ એટલા માસુમ હોય છે કે, જ્યારે વાત રિલેક્સ થવાની અને દારૂ પાર્ટી કરવાની આવે ત્યારે તેઓ સાથે બેસીને ભોળાભાવે થાક ઉતારતા હોય છે. આનો જ એક બોલતો પુરાવો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જવાયરલ થઇ રહ્યો છે.
ભાજપ કોંગ્રેસનાં નેતાઓએ એક જ સુરે દારૂપાર્ટીનો આનંદ ઉઠાવ્યો
હાલમાં જ ભાજપ-કોંગ્રેસનાં નેતાઓની સાથે દારૂ પાર્ટીની તસવીર વાયરલ થઇ રહી છે. રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠીયાના પતિ બચુ આરેઠીયા, રાપર નગરપાલિકાના પ્રમુખ અમરતબેન વાવીયાના પતિ વાલજી વાવીયા, નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને હાલ જમીન વિકાસ બેન્કના ચેરમેન રાજુ ચૌધરી તમામ ભાજપના નેતાઓએ પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમાં મુકેશ ચૌધરી કોંગ્રેસ યુવા આગેવાન પણ જોડાયા હતા. આ તમામ લોકોએ દિવસભરનો થાક સાથે ઉતાર્યો હોવાની તસવીર વાયરલ થઇ રહે છે. જો કે આ કેટલી જુની છે અને ક્યાંની છે ઉપરાંત સત્ય છે કે કેમ તે અંગેની GUJARATTAK કોઇ પૃષ્ટી કરતું નથી.
(વિથ ઇનપુટ કૌશિક કાંટેચા)
ADVERTISEMENT
ADVERTISEMENT