RAJKOT માં ભાજપને મત્ત અપાયા હોવાની તસ્વીરો વાયરલ, EVM ખોટકાયા
રાજકોટ : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનની શરૂઆત થઇ ચુકી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં આજે અનેક ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે. જો કે કેટલાક…
ADVERTISEMENT
રાજકોટ : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનની શરૂઆત થઇ ચુકી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં આજે અનેક ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે. જો કે કેટલાક સ્થળો પર ઇવીએમ બંધ પડી જવાના સમાચારો પણ ધ્યાને આવ્યા હતા. આજે વહેલી સવારથી જ મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. જો કે ભાજપના ઉમેદવાર ખીમજી રામ નામના મતદારે પોતે ભાજપને મત આપી રહ્યો હોય તેવા પ્રકારની તસવીર વાયરલ કરી હતી. જેના પગલે મતદાનની ગુપ્તતાનો ભંગ થયો હતો.
ગોંડલની ભગવતપરા શાળામાં ઇવીએમમાં ખામી સર્જાઇ
તો બીજી તરફ ગોંડલની ભગવતપરા શાળા નંબર 5 માં ઇવીએમમાં ખામી સર્જાઇ હતી. બુથ નં. 135 નંબરમાં ઇવીએમ બંધ થયું હતું. જેના કારણે મતદાન કરવા માટે વહેલી સવારે ઉમટી પડેલા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોને સમજાવીને શાંત પાડ્યા હતા.
મતદાન પ્રત્યે લોકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે મતદાન પ્રત્યે લોકોમાં ભારે જાગૃતિ આવી છે. વહેલી સવારે સામાન્ય રીતે સુસ્તી જોવા મળતી હોય છે. જો કે 9 વાગ્યા સુધીમાં 9 ટકા મતદાન નોંધાયું હતું. 2 કલાક જેટલા ટુંકા સમયમાં 9 ટકા મતદાન થયું તે ખુબ જ મોટું અત્રે ઉલ્લેખનીય છે કે, રાજનીતિક પંડિતો પણ આ વખતે સૌથી વધારે મતદાનની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ઐતિહાસિક મતદાન થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT