રાજકોટ, વાંકાનેર સહિતના વિસ્તારોમાં PGVCL ના દરોડા, વીજચોરી કરનારાઓમાં ફફડાટ
રાજકોટ: રાજકોટ તથા વાંકનેટ અને ગઢડામાં આજે ફરી PGVCL એક્શન મોડપર જોવા મળી છે. રાજકોટમાં આજે PGVCLની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. PGVCLની અલગ…
ADVERTISEMENT
રાજકોટ: રાજકોટ તથા વાંકનેટ અને ગઢડામાં આજે ફરી PGVCL એક્શન મોડપર જોવા મળી છે. રાજકોટમાં આજે PGVCLની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. PGVCLની અલગ અલગ વિસ્તારોમાં 44 ટીમો મેદાને ઉતરી અને 70 લાખથી વધુની વીજચોરી ઝડપી પાડી છે. રાજકોટમાં આ પહેલા પણ PGVCLની ટીમે વિજકહેકિં હાથ ધાર્યું હતું.
PGVCLના દરોડાને લઇને વીજચોરી કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. રાજકોટ PGVCLની ટીમ આજે સવારથી વીજચોરી ઝડપી પાડવા મેદાને ઉતરી હતી. રાજકોટ શહેર સહિત ગઢડા અને વાંકનેરમાં અલગઅલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં રાજકોટ શહેર અને વાંકાનેરમાંથી અંદાજિત 70 લાખ થી વધુની વીજચોરી ઝડપી પાડી છે.
રાજકોટમાં આ વિસ્તારમાં વીજ ચેકિંગ
રાજકોટ શહેરમાં સોમવારે સવારથી જ વીજ ટુકડીઓ જુદા જુદા વિસ્તારોમાં વીજચેકિંગની કાર્યવાહી હાથ ધરતા વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પીજીવીસીએલ દ્વારા શહેરના વાવડી અર્બન, ખોખડદળ અને મવડી રોડ સબડિવિઝન હેઠળના નારાયણનગર, સીતારામ, હરિદ્વાર સોસાયટી, હાઉસિંગ બોર્ડ, ખોખડદળ ગામ, જડેશ્વર, વેલનાથ, આંબેડકરનગર, ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં 44 ટીમ ત્રાટકી હતી.
ADVERTISEMENT
અલગ અલગ 44 ટીમ મેદાને
છેલ્લા દિવસોમાં PGVCLએ કરોડોની વીજચોરી પકડી પાડી છે ત્યારે આજે ફરી PGVCLની ટીમના ચેકીંગને લઇને વીજચોરી કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. PGVCLની અલગઅલગ 44 ટીમ આજે ફિલ્ડમાં ઉતરી હતી અને ચેકીંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: વડોદરાઃ બુલેટ ટ્રેનના બે કન્ટેનર વચ્ચે કેવી રીતે ભરાઈ ગયો 13 ફૂટનો મગર?
ADVERTISEMENT
119 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઇ
કનેક્શન સામે વીજળીનું કાઉન્ટ વધતા આ મામલે PGVCL એક્શન મોડ પર આવ્યું હતું. જેને લઈ PGVCL ટીમો દ્વારા અત્યાર સુધીમાં 702 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે 119 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઇ છે. વિવિધ વિસ્તારોમાં દુકાન સહિતની જગ્યાઓ પર વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં PGVCL દ્વારા મિટરો તપાસવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT