Vadodara Harni Lake Tragedy: વડોદરા કાંડમાં જજને સુઓમોટો લેવા વિનંતી, કોર્ટે ન્યુઝ પેપરના અહેવાલ સહિતના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Vadodara Harni Lake Tragedy: ગઇકાલે વડોદરા દુર્ઘટનામાં 14 લોકોના મૃત્યુ થયા હતા જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હતા. હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો દાખલ કરવાની રજૂઆત કરવામાં આવી છે. બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું છે કે, આ ખૂબ કરુણ ઘટના હોવાથી હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો લેવો જોઈએ. જે મામલે કોર્ટે ન્યુઝ પેપરમાં અહેવાલ સહિતના ડોક્યુમેન્ટ્સ માંગ્યા. હવે કોર્ટને દરેક ડોક્યુમેન્ટ રજૂ કરવા પડશે.

શું છે સમગ્ર મામલો?

વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પિકનિક માટે હરણી તળાવ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને બોટમાં મુસાફરી કરાવવામાં આવી રહી હતી. આ વેળાએ અચાનક બોટ પલટી મારી જતા બોટમાં સવાર વિદ્યાર્થી અને શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાની જાણ થતાં કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો ઘટનાની જાણ થતાં NDRFની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

જોત-જોતામાં ડૂબી બોટ

વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બોટ ચલાવનારાઓની અને સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી હતી. બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવાનો નિયમ છે જેનું પાલન થયું ન હતું. બીજી બાજુ ક્ષમતા કરતા વધારે લોકોને બોટમાં બેસાડાતાં આખરે બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા હોવાનું સામે આવ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT