આ લોકો નાસ્તા માટે પણ અરજીઓ કરે છે, તેમાં સામાન્ય માણસના કામ તો શું થાય
અમદાવાદ : શહેરમાં એક ખુબ જ વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અમદાવાદના આવકવેરા વિભાગની ઓફીસમાં નાસ્તો મંગાવવા માટેની અરજી કરતો પત્ર વાયરલ થઇ રહ્યો…
ADVERTISEMENT
અમદાવાદ : શહેરમાં એક ખુબ જ વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અમદાવાદના આવકવેરા વિભાગની ઓફીસમાં નાસ્તો મંગાવવા માટેની અરજી કરતો પત્ર વાયરલ થઇ રહ્યો છે. રાજ્યવેરા કમિશ્નરે વર્ગ2 અને 3 ના કર્મચારીઓએ બહારથી દાળવડા મંગાવવા માટેનો પત્ર લખીને મંજૂરી માંગી છે. આ પત્ર હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
અમદાવાદના સહાયક રાજ્યવેરા કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો
અમદાવાદના સહાયક રાજ્યવેરા કમિશ્નરે ક્લાસ-2 તથા 3 ના કર્મચારીઓ બહારથી દાળવડા મંગાવવા માટે મંજૂરી માંગતો પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે જણાવ્યું કે, રાજ્યવેરા નિરીક્ષક (વહીવટ) મનોજભાઇ બોરીયા અને સિનીયર કારકુન હર્ષદ સોલંકી તથા જુનિયર કારકુન ધ્રુવ દેસાઇને પોતાની ચેમ્બરમાં બોલાવીને નાસ્તા બાબતે ખખડાવ્યા હતા. નાસ્તો મંગાવવો હોય તો મારી પરમીશન વગર મંગાવવો નહી તેવી પણ ચિમકી આપી હતી. જો આદેશનો અમલ નહી કરો તો તેમની વિરુદ્ધ કાર્યવાહીની ચિમકી પણ ઉચ્ચારી હતી. જેથી આદેશનો અમલ કરતા સહાયક રાજ્યવેરા કમિશ્નર એ.સી ભટ્ટને પત્ર લખીને નાસ્તો મંગાવવા દેવા માટેની પરવાનગી આપવામાં આવી છે.
ADVERTISEMENT
મૌખિક સુચના અપાઇ તેના જવાબમાં પત્ર લખીને વાયરલ કરાયો
જેના પગલે હવે પત્ર લખીને લેખિત માંગ કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, મૌખિક સૂચના અનુસાર આવતીકાલે બપોરે 2 કલાકે ઓફિસમાં દાળવડા મંગાવવાના હોઇ પરમિશન આપવા વિનંતી કરવામાં આવી છે. આ લેટરમાં કચેરીના 11 કર્મચારીઓ દ્વારા સહી કરીને નાસ્તો મંગાવવા માટેની પરવાનગી માંગતી અરજી કરવામાં આવી છે. આ અરજીની નકલ રાજ્યવેરા કમિશનર વિભાગ-1, નાયબ રાજ્યવેરા કમિશ્નર વર્તુળ-1 ને પણ મોકલવામાં આવી છે. હાલ તો આ પત્ર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જાતભાતની ચર્ચાઓ પણ ચાલી રહી છે.
ADVERTISEMENT