Navsari માં 200 વર્ષ જૂના રાધા-કૃષ્ણ મંદિરની પવિત્રતાનું ધ્યાન મુસ્લિમ સમુદાય રાખે છે, NRI આવે છે દર્શને

ADVERTISEMENT

Dhaman Nri
Dhaman Nri
social share
google news

રોનક જાની, નવસારી: ગુજરાતના નવસારી જિલ્લાનું ધામણ ગામ, જ્યાં રાધાકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ગામમાં લગભગ 200 વર્ષ જૂનું “રાધા કૃષ્ણ મંદિર” છે, આ મંદિર પાસે પાંચ મોટા પીપળા છે, તેથી તેને “પંચ પીપલા મંદિર” પણ કહેવામાં આવે છે. લોકોની એવી માન્યતા છે કે જે પણ આ મંદિરમાં શ્રદ્ધા રાખે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાત સમંદર પાર વિદેશમાં સ્થાયી થયેલા ગામડાઓના લોકો ખાસ કરીને જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની ઉજવણી કરવા તેમના ગામડે આવે છે. મંદિરમાં કૃષ્ણ જન્મજયંતિની ઉજવણી કર્યા પછી, નવમીના દિવસે, આખું ગામ એક સાથે બેસીને ભોજન કરે છે. આ વર્ષે, યુકેના  બોરોમાંથી ઉષ્મા પટેલ તેની 21 વર્ષની પુત્રી પાયલ પટેલ સાથે ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરવા અને કૃષ્ણનું  પારનણું  ઝૂલવવા ધામણ આવ્યા હતા. આ વર્ષનો તમામ ખર્ચ આ પટેલ પરિવારે ઉઠાવ્યો હતો.

દેશની હિંદુ સંસ્કૃતિ અને સંસ્કારોને બચાવવાના પ્રયાસો
યુકેથી આવેલી ઉષ્મા પટેલ કહે છે કે અમારું ગામ એવું ગામ છે જ્યાં ગામના મોટાભાગના પરિવારોમાં ઓછામાં ઓછો એક સભ્ય વિદેશમાં છે. જો કે, વિદેશમાં રહીને પણ, અમે અહીં અમારા બાળકોને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને કેવી રીતે આગળ વધારવી તે શીખવવા અને તમને લોકોને તેને કેવી રીતે આગળ લઈ જવી તે જણાવવા માટે આવીએ છીએ. ખાસ કરીને યુએસ, યુકે અને કેનેડામાં રહેતા ગામના વડીલો તહેવાર દરમિયાન તેમના ગામમાં તેમના બાળકો સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. અને ખાસ કરીને અહીં ઉજવાતા જન્માષ્ટમીની ઉજવણી કરવા અમે ઉત્સાહિત હોઇએ છીએ.

ભાઈચારનું પ્રતિક છે ધામણ ગામ
રાધા કૃષ્ણ મંદિર ધામણ અને ડાભેલ ગામ વચ્ચેના ખેતરમાં આવેલું છે, ડાભેલ ગામ લગભગ 7000 મુસ્લિમ વસાહત સાથે છે જે પોલીસ ડાયરીમાં નોંધાયેલ સંવેદનશીલ ગામ છે. મુસ્લિમ સમુદાયના લોકો આ મંદિરની પવિત્રતાનું ધ્યાન રાખે છે ત્યારે ધામણ ગામના NRI લોકો પણ મુસ્લિમ સમાજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ અને શાળામાં ફાળો આપે છે. અહીં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો વચ્ચે ઘણો ભાઈચારો છે, આઝાદીના આટલા વર્ષોમાં આજ સુધી બંને જૂથો વચ્ચે કોઈ સંઘર્ષ નથી થયુ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT