વિધાનસભા અધ્યક્ષના મત વિસ્તારમાં જ લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર, સરકારનો ભારે વિરોધ
ભુજ : શા માટે વિધાનસભા અધ્યક્ષના મત વિસ્તારના લોકોએ વિધાનસભા ચૂંટણીમાં મતનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભુજના વોર્ડ નંબર ૮માં આવેલ ગણેશનગર વિસ્તારમાં છેલ્લા…
ADVERTISEMENT
ભુજ : શા માટે વિધાનસભા અધ્યક્ષના મત વિસ્તારના લોકોએ વિધાનસભા ચૂંટણીમાં મતનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભુજના વોર્ડ નંબર ૮માં આવેલ ગણેશનગર વિસ્તારમાં છેલ્લા અઢી મહીનાથી ગટર પાણી વહી રહ્યા છે. ગટરના પાણીથી રહેવાસી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા ભુજ સુધરાઈમાં અનેકો રજુઆતો કર્યા છતાં કંઈ નકર કામગીરી કરવામાં આવતી નથી તેના સ્થાનીકો લીધે નગપાલિકા વિરુદ્ધ રોષે ભરાયા હતા.
ભરચક વિસ્તારમાં ગટરના પાણીઓ વહેતા હોવાનો આક્ષેપ
ભરચક વિસ્તારમાં ગટરના પાણી વહેતા વાહનચાલકો અને લોકોને પસાર થવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ ગટરના પાણીમાં ચાલવાથી અનેક લોકોને ચામડીના રોગો પણ થયા છે. ગણેશ નગરના ચોકમાં ગટરનું પાણી ભરાય છે ત્યાં જ પાણીનો ટાંકો પણ આવેલ છે. સ્થાનિક લોકોનું કહેવું છે ગટરનું પાણી પીવાના પાણી મિશ્ર થવાથી અનેક પાણીના રોગો રહેવાસીઓને થયા છે.
સ્થાનિકોએ નિમાબેન આચાર્ય નિષ્ક્રિય હોવાનો લગાવ્યો ગંભીર આક્ષેપ
સ્થાનિકોએ ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્ય પાસે આશા સેવી હતી કે તેમના દ્વારા સમસ્યાને ધ્યાને લઈને જલ્દી જલ્દી નિરાકરણ કરવામાં આવે. જો ટૂંક સમય કોઈ નક્કર કામગીરી નહીં કરાય તો આવનારી ચૂંટણીમાં મતનો બહિષ્કાર કરવાની સ્થાનિકોઓએ ચીમકી ઉચ્ચારી છે. લોકો ધારાસભ્ય નીમાબેન આચાર્યના કામગીરીને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT