પ્રેમિકા સાથે પાવાગઢ દર્શન કરવા આવેલું જોડું 200 ફૂટની ખીણમાં પડ્યું, મોતના મુખમાંથી આવ્યા બહાર
પંચમહાલઃ પંચમહાલ ખાતે આવેલા યાત્રાધામ પાવાગઢના દર્શન માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. અહીં મહાકાળીના દર્શન કરવા માટે એક પ્રેમી યુગલ પણ આવ્યું હતું.…
ADVERTISEMENT
પંચમહાલઃ પંચમહાલ ખાતે આવેલા યાત્રાધામ પાવાગઢના દર્શન માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. અહીં મહાકાળીના દર્શન કરવા માટે એક પ્રેમી યુગલ પણ આવ્યું હતું. જોકે આ જોડા સાથે એવી ઘટના બની કે તેમને મોતના જ દર્શન થઈ ગયા હતા. આ યુગલ અહીં અક્સમાતે 200 ફૂટ ઊંડી ખીણમાં પડ્યું હતું. જેમાં તેમને બચાવવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આખી રાત વિતાવી ખીણમાં
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ગત સાંજના સમયની છે જ્યારે એક યુવક અને યુવતી ખીણમાં પડ્યા હતા. તેમને ઈજાઓ પણ થઈ હતી પરંતુ ઈજાગ્રસ્ત હાલતમાં તેમને આખી રાત ખીણમાં વિતાવવી પડી હતી. જોકે તે પછી તેમનો બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત યુવકે આ અંગે 108ને ફોન કર્યો હતો અને આ ઘટના અંગે જાણ કરી હતી. જેની જાણકારી મળતા સ્થાનિક પોલીસને પણ આ અંગેના મેસેજ મળ્યા હતા. પોલીસે વન વિભાગ અને ફાયર વિભાગની સાથે મળીને સંયુક્ત રીતે તેમનું બચાવકાર્ય શરૂ કર્યું હતું. દરમિયાન તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
‘રાજ્યની સરકારે દલિતોની હત્યાનો છૂટો દૌર આપ્યો છે’- અમરેલી હત્યાને લઈ જીગ્નેશ મેવાણી લાલઘૂમ
ખીણમાં પડ્યા કેવી રીતે?
જ્યારે તેઓ બહાર કઢાયા ત્યારે તેમને પુછવામાં આવ્યું કે તેઓ આટલી ઊંડી ખીણમાં પડ્યા કેવી રીતે? ત્યારે આ અંગે તેમણે કહ્યું કે ગુરુવારની રાત્રે ખીણની નજીકથી જઈ રહ્યા હતા ત્યારે યુવકનો પગ લપસી ગયો અને તેની સાથે રહેલી પ્રેમીકા પણ તેની સાથે ખીણમાં પડી ગઈ હતી. બંનેને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તેમણે આ અંગેની જાણકારી 108ને કરી હતી. બંનેને હવે ઈજાઓની સારવાર માટે હોસ્પિટલમાં હાલોલ ખાતે લઈ જવાયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT