પાટિલની નવી રણનીતિ? નરાજ નેતાની કરાવી ઘર વાપસી, AAP ને પડ્યો મોટો ફટકો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી પરંતું પાટિલે નક્કી કરેલ ટાર્ગેટ સુધી પહોંચ્યા ન હતા. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા પાટિલે તમામ વિપક્ષોની ડિપોઝિટ જપ્ત કરી અને જીત મેળવવાનો ટાર્ગેટ આપ્યો છે. જેને લઈ નવી રણનીતિ ગડી રહ્યા હોય તેમ વિધાનસભાની ચૂંટણીમાં નારાજ થઇ અને અપક્ષ ચૂંટણી લડેલા નેતાની ઘર વાપસી કારવાઈ રહ્યા છે. આજે લુણાવાડાથી અપક્ષ ચૂંટણી લડનારા જે.પી પટેલ ભાજપમાં જોડાયા છે. બીજી તરફ બાલાસિનોર બેઠક પરથી આમ આદમી પાર્ટી માંથી ચૂંટણી લડનાર ઉદેસીહ ચૌહાણ પણ ભાજપમાં જોડાયા છે.

નારાજ થઈ પક્ષ છોડનારની કરાવી ઘર વાપસી
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા જે.પી પટેલ ભાજપથી નારાજ થયા હતા. અને અપક્ષ ચૂંટણી લડ્યા હતા જેના કારણે જે.પી પટેલને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા. હવે ભાજપે નમતું ઝોખી જે.પી પટેલને ફરી પાર્ટીમાં આવકાર્યા હતા. જે.પી. પટેલ વર્ષ 1991થી ભારતીય જનતા પાર્ટીમાં વિધાનસભા ચૂંટણી પહેલા સક્રિય સભ્ય હતા. ટિકિટ ન મળતાં તેઓ અપક્ષ લડ્યા હતા. તેઓ પંચમહાલ જિલ્લા યુવા મોરચામાં પૂર્વ મહામંત્રી પણ રહી ચૂક્યાં છે. પંચમહાલ જિલ્લામાં યુવા મોરચાના પૂર્વ પ્રમુખ, પંચમહાલ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ (બે ટર્મ) મહીસાગર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ, ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારી, આમંત્રિત સભ્ય પણ રહી ચૂક્યાં છે. તેઓ લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે. જેમણે 2007માં સંતરામપુર વિધાનસભા બેઠક પરથી ભાજપ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ કોંગ્રેસના પરાજયાંદિત્યસિંહ પરમાર સામે 8807 મતોથી હાર થઈ હતી. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ પોતાના ટાર્ગેટ સુધી પહોંચવા નારાજ નેતાઓની ઘર વાપસી કરાવી છે.

વિધાનસભાની ચૂંટણીમાં સમીકરણ બદલનારને પક્ષમાં સ્થાન આપ્યું
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ ભાજપ પોતાના સમીકરણો ગોઠવવા લાગી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું સમીકરણ બગાડનાર આમ આદમી પાર્ટીના નેતા ઉદેસીહ ચૌહાણ પણ આજે ભાજપમાં જોડાયા છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ પોતાના પક્ષને પૂરી રીતે મજબૂત કરવા લડીલેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે.

ADVERTISEMENT

વિધાનસભાની ચૂંટણી પહેલા ઉદેસીહ ચૌહાણને બાલાસિનોર વિધાનસભા બેઠક માટે કૉંગ્રેસમાંથી ટિકિટ નહિ મળે તેવો ખ્યાલ આવી જતા મહીસાગર જિલ્લા કૉંગ્રેસના ઉપ પ્રમુખ પદ પરથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અને બાલાસિનોર વિધાનસભા બેઠક માટે ચૂંટણી આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મળતા ચૂંટણી લડ્યા હતા અને જેના કારણે કૉંગ્રેસના સિટીગ ધારાસભ્ય અજિત સિંહ ચૌહાણની હાર થઈ હતી આમ મહીસાગર જિલ્લામાં લુણાવાડા વિધાનસભા બેઠક ભાજપ માટે હારનું કારણ બનનનાર જે પી પટેલ તેમજ બાલાસિનોર બેઠક કૉંગ્રેસ માટે હારનું કારણ બનનનાર ઉદેસિંહ આજે કમલમ ખાતે પોતના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT