પાટીલનો સ્વિકાર ગુજરાત ભાજપથી અનેક ભુલો થઇ છે, પણ PM ના નામે પથ્થર તરે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Panchayat Aajtak : ગુજરાત ચૂંટણીમાં સૌથી મોટા રાજકીય મંચ પંચાયત આજતકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની આ વાતનો સ્વિકાર કરી લીધો છે. નરેન્દ્ર મોદી ચૂંટણી દરમિયાન ચહેરો બનવું પાર્ટી દરેક પ્રકારે ફાયદો પહોંચાડે છે. તેમના અનુસાર નરેન્દ્ર મોદી અસલ બ્રહ્માસ્ત્ર છે.

પીએમ મોદી અમારૂ બ્રહ્માસ્ત્ર છે
સી.આર પાટીલે કહ્યું કે, નરેન્દ્ર મોદી અમારૂ બ્રહ્માસ્ત્ર છે. જો અમે ભુલ પણ કરીએ તો નરેન્દ્ર મોદીના કારણે તેઓ અમને માફ કરીને અમને મત આપે છે. નારાજ હોવા છતા પણ લોકો નરેન્દ્ર મોદીના કારણે માફ કરીને અમને મત આપે છે તે અમારો પ્લસ પોઇન્ટ છે. તેમની લોકપ્રિયતા એવી છે કે, જનતા તેમનો હાથ મજબુત કરવા માટે પણ ભાજપને મત આપે છે. પાર્ટીની દ્રષ્ટીએ આ મુદ્દો અમારી ખાસિયત છે.

આગામી વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ તુટી રહ્યા છે
ભાજપ પ્રદેશ અધ્યક્ષે જો કે આ મુદ્દે પણ જોર આપતા જણાવ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણીના તમામ રેકોર્ડ તુટવા જઇ રહ્યા છે. તેઓ કહે છે કે અમારા પીએમએ કહ્યું હતું કે, હું અમારો જ રેકોર્ડ તોડવા માટે ચૂંટણી લડી રહ્યો છું. હવે અમે તે જ દિશામાં કામ કરી રહ્યા છીએ. ચૂંટણીના પરિણામના દિવસે હું તમને ફોન કરીને જણાવીશ કે જુઓ રેકોર્ડ તુટી ચુક્યાં છે. જનતા આ વખતે તમામ રેકોર્ડ તોડી નાખશે. વોટ શેર પણ વધશે અને સીટો પણ વધશે.

ADVERTISEMENT

રાહુલ ગાંધી આવે તો અમને ખુબ જ ફાયદો થાય છે
રાહુલ ગાંધી અંગે કહ્યુ તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવે તેઓ આવે તે ખુબ જ જરૂરી છે. કારણ કે રાહુલ ગાંધી જ્યાં આવે છે ત્યાં ભાજપને ખુબ જ ફાયદો થાય છે. રાહુલ ગાંધી પરોક્ષ રીતે ભાજપને મદદ કરી રહ્યા છે તેવું પુછતા તેમણે હસીને સ્વિકાર કર્યો કે રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસને ફાયદો થાય કે ન થાય પરંતુ અમને ખુબ જ ફાયદો થઇ રહ્યો છે. રાહુલ ગાંધી જે જે સીટ પર જાય છે ત્યાં કોંગ્રેસ હારી જાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT