પાટીલ 9 સપ્ટેમ્બરથી સારવાર માટે બેંગ્લોર જશે, PM મોદીએ ભારપૂર્વક આપી સલાહ: સુત્ર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને તમામ પક્ષો પોત પોતાની રીતે દાવાઓ ઠોકી રહ્યા છે. આમ આદમી પાર્ટી બાદ આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે હતા. તેમણે પણ ગુજરાતની જનતાને વિજળી, પાણી, મહિલાઓ અને યુવાનોને આકર્ષવા માટે અનેક વચનો આપ્યા હતા. ખેડૂતોનું પણ 3 લાખ સુધીનું દેવું માફ કરી દેવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ આને ભાજપ દ્વારા ફ્રીની રેવડી ગણાવવામાં આવી રહી છે.

અગાઉ પણ અનેકવાર પાટીલ પડી ગયા હતા
ભાજપ આ તમામ બાબતે ક્યાંય પાછી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે વડાપ્રધાન મોદી અને અમિત શાહ ગુજરાત ભાજપ અને ઉચ્ચ નેતૃત્વથી ખુબ જ પરેશાન હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. જો કે આવામાં હાલમાં જ કચ્છમાં આવેલા પીએમ મોદીના એક કાર્યક્રમમાં સી.આર પાટીલ પડી ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જો કે પીએ મોદીએ આ બાબતને ખુબ જ ગંભીરતા પુર્વક લીધી હતી. પીએમ મોદીએ અગાઉ પણ પાટીલ બે ત્રણ વખત પડી ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું.

જો ચૂંટણી ટાણે પાટીલ બિમાર પડે તે પોસાય નહી
વડાપ્રધાન મોદીએ આ મુદ્દાને ગંભીરતાથી લેતા તેમણે સી.આર પાટીલને કામનું ભારણ ઓછુ કરીને પંચકર્મ કરવા માટેની સલાહ આપી હતી. સી.આર પાટીલનું હાઇ શુગર તેમની સૌથી મોટી સમસ્યા છે. જેથી સ્વસ્થ થવા માટે તેમણે યોગ તો કરવા જ જોઇએ પરંતુ સાથે સાથે તેમણે પંચકર્મ પણ કરાવવું જોઇએ તેવી સલાહ આપી હતી. આ સલાહને માનતા હવે સી.આર પાટીલે સંગઠનમાંથી ધીરે ધીરે હાથ ખેંચવા માંડ્યો છે. 9 સપ્ટેમ્બરે તેઓ પંચકર્મ કરવા માટે બેંગ્લોર ખાતે જવાના છે. તેઓની કથળતી તબિયતને જોતા જો ચૂંટણી સમયે જ તેઓ બિમાર પડે તો સમસ્યા વધી શકે તેને જોતા હાલ જ તેઓની પંચકર્મ વિધિ પુર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત ત્યાર બાદની અન્ય આનુષાંગિકતાઓ પુર્ણ કર્યા પછી જ તેઓ ગુજરાત પરત ફરશે તેવું સુત્રો જણાવી રહ્યા છે. જો કે હાલ તો આ સુત્રોના હવાલાથી જ સમાચાર આવી રહ્યા છે પરંતુ ટિકિટ અને સંગઠન બાબતે પાટીલનું સ્ટેન્ડ જોતા આ વાતોમાં તથ્ય લાગે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT