કચ્છમાં 108 એમ્બ્યુલન્સનો દરવાજો ન ખૂલતા પેશન્ટ અડધો કલાક સુધી અંદર ફસાયો, Video વાઈરલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Kutch News: કચ્છમાં 108 એમ્બ્યુલન્સનો દરવાજો ન ખુલતા મહિલા પેશન્ટ અંદર ફસાઈ ગઈ હતી. આદિપુરથી ભુજની જી.કે હોસ્પિટલમાં એક મહિલા પેશન્ટને લઈ જવામાં આવી હતી. જોકે હોસ્પિટલ પહોંચ્યા બાદ એમ્બ્યુલન્સનો દરવાજો જ ન ખૂલ્યો. એવામાં લોખંડના હથિયારો અને લાતો માર્યા બાદ અડધા કલાકે દરવાજો ખુલ્યો હતો. જેનો વીડિયો હવે વાઈરલ થઈ રહ્યો છે.

કચ્છના આદિપુરમાં એક મહિલા પેશન્ટને ભુજની જી.કે હોસ્પિટલ ખસેડવી પડી હતી. જોકે 108 એમ્બ્યુલન્સનો દરવાજો કોઈ કારણથી ખૂલી રહ્યો નહોતો. બાદમાં સ્ટાફે લોખંડના હથિયાર વાપર્યા, દરવાજા પર લાતો મારી જોકે મહામહેનતે અડધી કલાકે દરવાજો ખુલ્યો હતો. એક બાજુ 108નો સ્ટાફ દરવાજો ખોલવા હેરાન થઈ રહ્યો હતો, બીજી તરફ હોસ્પિટલનો સિક્યોરિટી સ્ટાફ ત્યાં ઊભા રહીને મદદ કરવાને બદલે ખાલી આ તમાશો જોઈ રહ્યો હતો. જ્યારે અંદર પેશન્ટ સારવાર માટે રાહ જોઈ રહ્યા હતા. જી.કે.જનરલ હોસ્પિટલ મેનેજમેન્ટના અણવહીવટ કારણે પેસેન્ટોને અનેકોવાર મુશ્કેલી સામનો કરવો પડતો હોય છે.

ADVERTISEMENT

(ઈનપુટ: કૌશિક કાંઠેચા, કચ્છ)

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT