GPSC ના ઈન્ટરવ્યુમાં પ્રેગનન્સીને કારણે ફસાયો પેચ, હાઇકોર્ટના આદેશ બાદ ચમક્યું મહિલાનું ભાવિ

ADVERTISEMENT

હાઇકોર્ટે મહિલાના ઇન્ટરવ્યૂ બાબતે GPSC ને કરી ટકોર
GPSC Exam
social share
google news

GUJARAT HIGH COURT: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ની જાતીય અસંવેદનશીલતા મામલે ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) મહિલાની અરજીને માન્ય રાખી 15 દિવસમાં મહિલા ઉમેદવારનો GPSC બોર્ડને ઇન્ટરવ્યૂ લેવાનો આદેશ કર્યો હતો. સરકારી નોકરી માટેની જે પરીક્ષામાં બેસવા દેવા ઇનકાર કર્યો હતો તેજ પરીક્ષામાં હાઇકોર્ટના આદેશ બાદ મહિલાએ આપી અને જોવા જેવી બાબતએ છે કે, સરકારી નોકરી માટેની આ પરીક્ષામાં મહિલા આખા રાજ્યમાં તેની કેટેગરીમાં  પ્રથમ આવી છે.

શું છે સમગ્ર મામલો?

સમગ્ર મામલો એવો છે કે, ગાંધીધામની મહિલાએ ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગમાં ક્લાસ-2માં આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે અરજી કરી હતી. આ મામલે પ્રાથમિક પરીક્ષા પાસ થયા બાદ GPSC દ્વારા 1 જાન્યુઆરીના રોજ ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, મહિલા ગર્ભવતી હોવાથી મહિલાએ એ જ સમયમાં GPSC ને જાણ કરી દાદ માગી હતી. ગર્ભવતી મહિલા ગાંધીધામની રહેવાસી હતી એટલે ત્યાંથી ગાંધીનગર 300 કિમી દૂર GPSC દ્વારા બોલાવાઇ હતી. જેને લઇ બાદમાં મહિલાએ હાઇકોર્ટના દ્વાર ખખળાવ્યા હતા અને GPSC ની જાતીય અસંવેદનશીલતા મામલે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.  

હાઇકોર્ટે મહિલાના ઇન્ટરવ્યૂ બાબતે GPSC ને કરી ટકોર 

ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનમાં (GMDC) ક્લાસ-2ના ઇન્ટરવ્યૂમાં પ્રસુતિનાં દિવસો દરમિયાન અરજદાર મહિલાને હાજર થવા GPSC ના વર્તણૂક સામે અગાઉ હાઇકોર્ટે ટકોર કરી હતી. ઉપરાંત આ મામલે કોર્ટે GPSC ને નોટિસ ફટકારી હતી અને યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી જાહેર કરાયેલી પોસ્ટ માટે 1 બેઠક ખાલી રાખવા આદેશ કર્યો હતો. આ પહેલા મહિલાએ  1 જાન્યુઆરીના રોજ ઇ-મેઇલ મારફતે ગર્ભવતી હોવાની GPSC ને જાણ કરી હતી.

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT