ગુજરાતના એ મહિલા જેમણે 12000 મહિલાઓને પગભર કરી, તેમની હસ્તકળાના વિદેશીઓ પણ ફેન છે
વિપિન પ્રજાપતિ/પાટણ: આજના યુગમાં લોકો સૌથી વધુ મહત્વ શિક્ષણને આપે છે. શહેરોમાં બાળકોના શિક્ષણ પાછળ મા-બાપ લાખો રૂપિયા ખર્ચે છે, જેથી તેમના સંતાન મોટા થઈને…
ADVERTISEMENT
વિપિન પ્રજાપતિ/પાટણ: આજના યુગમાં લોકો સૌથી વધુ મહત્વ શિક્ષણને આપે છે. શહેરોમાં બાળકોના શિક્ષણ પાછળ મા-બાપ લાખો રૂપિયા ખર્ચે છે, જેથી તેમના સંતાન મોટા થઈને કંઈ કરે. જોકે પાટણના એક નાનકડા ગામના મહિલાના નસીબમાં શિક્ષણ તો નહોતું, પરંતુ તેમણે પોતાની કળાના દમ પર દેશ જ નહીં દુનિયાભરમાં તેમનું નામ રોશન કર્યું છે. પાટણના સાંતલપુરના નાનકડા ગામ બકુત્રાના રહેનારા ગૌરીબેને એક એવી કમાલ કરી છે જે જાણીને તમને તેમના પર ગર્વ થશે.
ભૂજના એક નાનકડા ગામ માખેલમાં વર્ષ 1963માં જન્મેલા ગૌરીબેન લગ્ન બાદ પાટણના બકુત્રા ગામમાં આવ્યા. આ ગામમાં દર વર્ષે પીવાના પાણીની સમસ્યાને કારણે અનેક પરિવારો શહેરોમાં પલાયન કરી ગયા. ગામમાં શિક્ષણ અને રોજગાર તો નહોતો જ, ખેતી માટે પાણી પણ નહોતું. એવામાં આજથી 30 વર્ષ પહેલા ગૌરી બેને હસ્તકળાનું કામ શરૂ કર્યું, પહેલા ગુજરાન થાય તેટલી કમાણી કરી લેતા હતા હવે તેમની પ્રોડક્ટ્સ વિદેશોમાં વેચાઈ રહી છે.
દેશ જ નહીં વિદેશમાં પણ ગૌરી બેનનો ડંકો
ગૌરીબેનનું કામ ધીમે-ધીમે વધ્યું, પહેલા ગામમાં આવનારા લોકો સ્થાનિક માર્કેટમાંથી તેમના હેન્ડીક્રાફ્ટ્સના પ્રોડક્ટ ખરીદતા હતા, પછી કામ વધતા ગૌરીબેને અન્ય મહિલાઓને સાથે જોડવાનું શરૂ કર્યું. તેમનું કામ શહેરો સુધી જવા લાગ્યું. અમદાવાદની સેવા સંસ્થા સાથે ગૌરી બેને જોડાયા. આ સંસ્થા દ્વારા હસ્તકળાનું કામ કરતી મહિલાઓને સારી એવી આવક થઈ જતી. વર્ષ 2001માં આ સંસ્થાએ ભરત કામ માટે સરકાર તરફથી મદદ મળી. પરંતુ થોડા સમય બાદ આ બંધ થઈ ગઈ. ત્યાર સુધીમાં સંસ્થા સાથે જોડાયેલી મહિલાઓએ કામ અને માર્કેટને સારી રીતે સમજી લીધું હતું. ગૌરીબેન ગુજરાતના અલગ-અલગ જગ્યાઓ પર થનારા એક્ઝિબિશનમાં સ્ટોલ લાગવા લાગ્યા. આમ તેમનું કામ વિદેશમાં પણ પહોંચતું થયું.
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ દ્વારા મળ્યો બેસ્ટ હસ્તકળાનો એવોર્ડ
તેમની મહેનતના કારણે ગુજરાતમાં ગૌરીબેનની હસ્તકળા પ્રચલિત થવા લાગી. વર્ષ 2012માં ગૌરીબેનને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હસ્તે બેસ્ટ હસ્તકળાનો એવોર્ડ એનાયત થયો. ધીમે-ધીમે તેમની પ્રોડક્ટ્સ વિદેશોમાં પણ જાણીતી બનવા લાગી. તેમને અલગ-અલગ જગ્યાએ બોલાવવાનું શરૂ થયું. ગૌરીબેને ઘણીવાર અમેરિકાનો પ્રવાસ કરી ચૂક્યા છે. આ બાદ સિડની, સાઉથ આફ્રિકા, અને ઈટાલી જેવા દેશોમાં પણ તેમણે પોતાની હસ્તકળા પ્રચલિત કરી છે. ગૌરીબેન કહે છે, અમેરિકામાં અમારી દરેક પ્રકારની બનાવેલી પ્રોડક્ટ લોકો પસંદ કરે છે, જ્યારે સાઉથ આફ્રિકામાં મોટાભાગે લોકો કાળા રંગ અને લાલ રંગની પ્રોડક્ટ પસંદ કરે છે.
12000 મહિલાઓને રોજગારી આપી
હસ્તકળાનું કામ ગૌરીબેનનું પારંપરિક કામ હતું, પરંતુ આજે આ કામ ઘણા બધા પરિવારો માટે આવકનું સાધન બની ગયું છે. આજે તેમની સાથે ગામની 450 મહિલાઓ જોડાયેલી છે, જે ઘરે બેસીને કામ કરે છે અને મહિને 7-8 હજાર રૂપિયા કમાય છે. આજે દરેક મહિલાના બાળકોનો સારું શિક્ષણ મળી રહ્યું છે અને લોકોને તમામ મૂળભૂત સુવિધાઓ મળી રહી છે. આજે પાટણ જિલ્લામાં 12000થી વધારે મહિલાઓ તેમની સાથે જોડાયેલી છે. પરંતુ ખાસ વાત એ છે કે ગૌરીબેને વિદેશોમાં ભારતની આ કળાને એક મોટી ઓળખ અપાવી છે.
ADVERTISEMENT
બોલિવૂડમાં પણ છે તેમની સ્કીલની બોલબાલા
પાટણની હસ્તકળાની બોલબાલા બોલિવૂડમાં પણ છે. આટલું જ નહીં તેમની બનાવેલી વસ્તુઓ ઓનલાઈન પણ વેચાય છે. અમદાવાદ અને મુંબઈની ઘણી કંપનીઓ તેમની પ્રોડક્ટ્સને દેશ-વિદેશમાં ઓનલાઈન વેચે છે. ગૌરીબેનના ફેન વિદેશોમાં પણ છે. યુએનના પ્રેસિડેન્ટના કોર્ડિનેટર શોમ્બી શાર્પ, યુએનના ચીફ રાધિકા કોલ બત્રા અને તેમનો સ્ટાફ, UNEP ભારતના વડા અતુલ બગઈ અને UNEPના એડવાઈઝર રાહુલ અગ્નિહોત્રી સહિત ઘણા લોકો ગૌરીબેનને મળી ચૂક્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT