પાટણમાં CM બંદોબસ્તમાંથી પરત ફરતા મહિલા કોન્સ્ટેબલ-પતિ સહિત 3ના કાર અકસ્માતમાં મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Patan Accident News: પાટણના સમી નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જેમાં એક મહિલા કોન્સ્ટેબલ સહિત 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 7 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખાસ છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા મહિલા કોન્સ્ટેબલ CM બંદોબસ્તમાંથી પરત ફરી રહ્યા હતા.

સમી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ

પાટણના સમી નજીક રવિવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો. સમી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ રેખાબેન દેસાઈ પોતાના પતિ સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન ઈકો કાર સાથે તેમની કારની ટક્કર થઈ હતી. જેમાં રેખાબેન તથા તેમના પતિ વિષ્ણુભાઈનું મોત થઈ ગયું. જ્યારે ઈકો કારમાં સવાર એક બાળકીનું પણ મોત થઈ ગયું છે. જ્યારે કારમાં સવાર અન્ય 7 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

ખાસ બાબત છે કે મૃતક રેખાબેન દેસાઈ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બંદોબસ્તમાં ફરજ બજાવી રહ્યા હતા, જ્યાંથી પરત ફરતા સમયે તેમની કારને અકસ્માત નડ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતકોને કારમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. 3 લોકોના મોતની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી મચી ગઈ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT